National

હાઈકોર્ટે અરજી ફગાવતા લાલ કૃષ્ણ અડવાણી સહિત ૩૨ આરોપીઓને મળી રાહત

અયોધ્યા
અયોધ્યાના વિવાદિત ઢાંચા વિધ્વંસ મામલામાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત ૩૨ આરોપીઓને મોટી રાહત મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ પીઠે તમામને મુક્ત કરવાના સેશન કોર્ટના ર્નિણયને પડકાર આપતી અરજી બુધવારે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, આ અરજી સાંભળવા લાયક નથી. અહીં ઉલ્લેખનિય છે કે, અડવાણી, કલ્યાણ સિંહ, મુરલી મનોહર જાેશી, ઉમા ભારતી, વિનય કટિયાર સહિત ૩૨ આરોપીઓને સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે છુટા કરવાનો ર્નિણય કર્યો હતો. સીબીઆઈ સ્પેશિયલ કોર્ટના ર્નિણયને હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં અયોધ્યાના હાઝી મહમૂદ અહમદ અને સૈયદ અખલાક અહમદે પડકાર આપ્યો હતો. આ મામલામાં સીબીઆઈ, સરકાર અને અરજીકર્તાના પક્ષને સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. બુધવારે જસ્ટિસ રમેશ સિન્હા અને જસ્ટિસ સરોજ યાદવની બેન્ચે અરજીકર્તાની અરજીને પોષણીયતાના આધાર પર રદ કરી દીધી હતી. હાઈકોર્ટના ર્નિણય મુજબ અરજીકર્તા ઢાંચા વિધ્વંસ મામલામાં વાદી નહોતા. તેથી સીબીઆઈ સ્પેશિયલ કોર્ટના ચુકાદાને પડકાર આપતી તેમની અરજી પોષણીય નથી. હકીકતમાં જાેઈએ તો, અરજીકર્તાઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે, બંને આ મામલામાં ન ફક્ત સાક્ષી છે, પણ ઘટનાના પીડિત પણ હતા. તેમણે સ્પેશિયલ કોર્ટ સમક્ષ ખુદને સાંભળવા માટે અરજી કરી હતી. પણ કોર્ટે તેમના પ્રાર્થનાપત્ર ફગાવી દીધા હતા. સાથે જ હાઈકોર્ટને માગ કરી હતી કે, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જાેશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી સહિત તમામ ૩૨ લોકોને દોષિત ઠેરવવામાં આવે.

File-01-Page-04-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *