અલ્હાબાદ
વર્ષ ૧૯૮૪માં દિલ્હીમાં દેશભરના સંતોનો મેળાવડો થયો અને ધર્મ સંસદની શરૂઆત થઈ. આ જ ધર્મ સંસદમાં અયોધ્યા, મથુરા અને કાશીના મંદિરો પર દાવો કરવાની અપીલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદ, મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ, જ્યારે કાશીમાં ૧૨ જ્યોતિર્લિંગોમાંથી એક, વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદને પણ ધર્મ સંસદ સામે વાંધો હતો. જેમાં વર્ષ ૧૯૯૧માં કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીઓના વંશજ પંડિત સોમનાથ વ્યાસ, ડૉક્ટર રામરંગ શર્મા અને સામાજિક કાર્યકર્તા હરિહર પાંડેએ વારાણસી સિવિલ કોર્ટમાં આ અંગે અરજી દાખલ કરી હતી. જે આ થયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૫૦ વર્ષ પહેલા રાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરને વર્ષ ૧૬૬૯માં ઔરંગઝેબ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી હતી. મંદિરની જમીન પરત કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ કેસમાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટ ૧૯૯૧ લાગુ પડતો નથી, કારણ કે મંદિરના અવશેષો પર મસ્જિદ બનાવવામાં આવી હતી. અને હાલ જ્ઞાનવાપી મસ્જિદ અને વિશ્વનાથ મંદિરના કેસને લઈને થઇ રહેલા વિવાદમાં હિંદુ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટમાં પોતાની દલીલ પૂરી કરી છે. હિંદુ પક્ષે પોતાની દલીલમાં કહ્યું હતું કે એડવોકેટ કમિશનર પોતાનું કામ પૂરી ઈમાનદારીથી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ બાબતમાં વિલંબ થાય તે માટે મુસ્લિમ પક્ષ વતી આવી અરજી દાખલ કરવામાં આવી છે અને એડવોકેટ કમિશનરને બદલવાની માંગ કરવામાં આવી છે. તે જ સમયે, મુસ્લિમ પક્ષકારો કોર્ટમાં તેમની દલીલો રજૂ કરી રહ્યા છે. અને આ વિવાદ સંબંધિત ૬ કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યા છે, જેમાંથી ૪ કેસમાં સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. બાકીના બે કેસમાં હાલ સુનાવણી ચાલી રહી છે. હવે તમામ કેસમાં સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટ એકસાથે પોતાનો ચુકાદો આપશે. ત્રણેય મામલામાં મસ્જિદની વ્યવસ્થા સમિતિ અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાં કોર્ટ કમિશનરની નિમણૂક અને વારાણસીમાં વીડિયોગ્રાફી કરાવવાનો કોઈ મામલો હવે હાઈકોર્ટમાં પેન્ડિંગ નથી. કોર્ટે આને લગતી અરજી પહેલા જ ફગાવી દીધી હતી. જે કેસોની મંગળવારે સુનાવણી ચાલી રહી છે તેમાં જાે ર્નિણય લેવામાં આવે તો અન્ય ચાર કેસ સહિત તમામ ૬ કેસમાં કોર્ટ જલ્દી જ ર્નિણય સંભળાવી શકે છે. અગાઉ, હિન્દુ પક્ષે કોર્ટમાં કહ્યું હતું કે એડવોકેટ કમિશનરને બેરિકેડિંગની બીજી બાજુ એટલે કે જ્ઞાનવાપી મસ્જિદની અંદર અને ભોંયરામાં મુસ્લિમ પક્ષ દ્વારા વીડિયોગ્રાફી અને સર્વે કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. હિંદુ પક્ષ તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ પક્ષે તેમને જ્ઞાનવાપી મસ્જિદની અંદર અને ભોંયરામાં જવાથી એમ કહીને રોક્યા કે કોર્ટનો આવો કોઈ આદેશ નથી.