National

૧૬ વર્ષની છોકરીને મોબાઈલનું ઘેલું એવું કે પહોંચી ગઈ બ્લડબેન્કમાં પોતાનું લોહી વેચવા

બાલુરઘાટ
સ્માર્ટફોન માટે લોકોમાં દીવાનગી હવે સામાન્ય બાબત થઈ ગઈ છે, પણ પશ્ચિમ બંગાળમાં જે કંઈ થયું તે હેરાન કરનારુ છે. અહીં એક ૧૬ વર્ષની છોકરીએ જિલ્લાની હોસ્પિટલમાં બ્લડ બેંકમાં જઈને પોતાનું લોહી વેચવા માટે પહોંચી ગઈ હતી. તે લોહી વેચીને પોતાના માટે સ્માર્ટફોન ખરીદવા માગતી હતી. જેવું આ વાતની જાણ બ્લડ બેંકના અધિકારીઓ થઈ, તો તેમણે આ અંગેની જાણકારી ચાઈલ્ડલાઈનને આપી. અહીં છોકરીનું કાઉંસિલિંગ કરીને જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા તેના માતા-પિતા પાસે મોકલી દીધી હતી. આ ઘટના સોમવારની હોવાનું કહેવાય છે. બાલુરઘાટ જિલ્લા હોસ્પિટલની બ્લડ બેંકમાં કાઉંસિલર કનક કુમાર દાસે આ ઘટના અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું છે કે, સવારે લગભગ ૧૦ કલાકે છોકરી અમારે ત્યાં આવી હતી. શરુઆતમાં અમને લાગ્યું કે, તે બ્લડ ડોનેટ કરવા આવી છે. પણ જેવું અમને જાણવા મળ્યું કે, તે લોહી વેચવા માગે છે, અમે ચોંકી ગયા. દાસે જણાવ્યું કે, ત્યારે બાદ અમે વિચાર્યું કે, તે પોતાના ભાઈની સારવાર માટે પૈસા એકઠી કરી રહી છે. એટલા માટે લોહી વેચવા માગે છે. ત્યાર બાદ અમે તેની સાથે થોડી વાર વાતચીત કરી. બાદમાં તેણે કહ્યું કે, હકીકતમાં તે એક સ્માર્ટફોન ખરીદવા માગે છે, એટલા માટે તે લોહી વેચી રહી છે. છોકરીએ કહ્યું કે, તેણે પોતાના સંબંધીના ફોનમાંથી પોતાના માટે ઓનલાઈન એક ફોન મગાવ્યો છે અને તેના પૈસા ચુકવવા માટે તેની પાસે નથી. કહેવાય છે કે, આ છોકરી તપન નામની જગ્યાથી બાલુરઘાટ આવી હતી. જે લગભગ ત્યાંથી ૩૦ કિમી દૂર છે. આ છોકરીના પિતા શાકભાજીની લારી ચલાવે છે. તેની માતા હાઉસવાઈફ છે. તેને એક નાનો ભાઈ પણ છે, જે ચોથા ક્લાસમાં અભ્યાસ કરે છે. છોકરી સગીરવયની છે. એટલા માટે બ્લડબેંકના અધિકારીઓએ ચાઈલ્ડ લાઈનમાં ફોન કર્યો. ત્યાર બાદ કાઉંસિલર રીતા મહતો ત્યાં પહોંચી અને બાળકી સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યુ કે, છોકરીએ ૯૦૦૦ની કિંમતનો એક સ્માર્ટફોન ઓર્ડર કર્યો હતો. આ ફોનની ડિલીવરી ગુરુવારે થવાની હતી.આ છોકરી સોમવારે ઘરેથી એવું કહીને નિકળી હતી કે, તે ટ્યૂશનમાં ભણવા જાય છે. તેણે પોતાની સાયકલ બસ સ્ટેન્ડ પર મુકી રાખી હતી અને ત્યાંથી ચાલતા ચાલતા બાલુરઘાટ હોસ્પિટલમાં આવી હતી. ચાઈલ્ડલાઈન અથોરિટીઝે આ કિસ્સાની જાણ રાજ્ય સરકારના જિલ્લા બાળ કલ્યાણ વિભાગને આપી. ત્યાર બાદ કમિટીએ છોકરીના માતા-પિતાનો સંપર્ક કર્યો. છોકરીના પિતાએ કહ્યું કે, જ્યારે તે ઘરેથી નિકળી ત્યારે હું ઘરે નહોતો. તેમણે કહ્યું કે, મને નથી ખબર કે તેના દિમાગમાં લોહી વેચીને ફોન ખરીદવાની વાત ક્યાંથી આવી.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *