National

૯ માર્ચે ભારતની મિસાઈલ પાકિસ્તાનમાં પડી હતી જેથી નુકશાન થયું ઃ પાકિસ્તાન

પાકિસ્તાન
પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો હતો કે, તેણે કથિત રીતે ભારતથી તેના એરસ્પેસમાં આવી રહેલી એક મિસાઈલ શોધી હતી, જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પડી હતી. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઈફ્તિખારે મીડિયાને જણાવ્યું હતું કે, ‘૯ માર્ચે સાંજે ૬.૪૩ કલાકે, એક હાઇ-સ્પીડ ઑબ્જેક્ટ ભારતીય ક્ષેત્રમાંથી ઉડાન ભરી અને પાકિસ્તાની ક્ષેત્રમાં પ્રવેશ કરતા પડી હતી. બાબર ઈફ્તિખારે કહ્યું, ‘મિસાઈલ પડવાને કારણે વિસ્તારોમાં થોડું નુકસાન થયું છે, પરંતુ તેમાં કોઈનું મોત થયું નથી.’ ભારત તરફથી અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. મેજર જનરલ ઈફ્તિખારે જણાવ્યું કે બુધવારે રાત્રે પંજાબના ખાનવાલ જિલ્લાના મિયાં ચન્નુ વિસ્તારમાં અજાણી વસ્તુ (મિસાઈલ) પડી હતી. આની જાણ થતાં જ પાકિસ્તાની વાયુસેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ભારતને કારણ પૂછવામાં આવ્યું હતું, તેમણે કહ્યું, “મિસાઈલની ઉડાનથી પાકિસ્તાન અને ભારત બંનેમાં નાગરિકો જાેખમમાં મુકાયા છે. ભારતે જણાવવું જાેઈએ કે તેનું કારણ શું છે. તે એક મોટી ઉડ્ડયન દુર્ઘટના બની શકે છે. તે ૪૦,૦૦૦ ફૂટની ઊંચાઈ પરથી પસાર થઈ રહ્યું હતું. પાકિસ્તાને એવો પણ દાવો કર્યો છે કે આ મિસાઈલ ૨૬૦ કિમીની ઝડપે તેના ક્ષેત્રમાં આવી હતી. પાકિસ્તાન દ્વારા ભૂતકાળમાં પણ આવા અનેક દાવા કરવામાં આવ્યા હતા. જેમાં કોઈ દમ નથી. તે પોતે પણ આતંકવાદના કારણે હ્લછ્‌હ્લની ગ્રે લિસ્ટમાં ફસાઈ ગયો છે. મિસાઈલના દાવા પાછળનું બીજું કારણ લોકોનું ધ્યાન હટાવવાનું પણ માનવામાં આવે છે. કારણ કે વધતી મોંઘવારી અને રાજકીય વિખવાદને કારણે વડાપ્રધાન ઈમરાન ખાનની સરકાર આ સમયે તમામ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. વિપક્ષી પાર્ટીઓ સરકાર પર મોટા આરોપો લગાવી રહી છે.

Pakistan-army-claims-missile-came-from-India.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *