National

અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો

અંકલેશ્વર
અંકલેશ્વર જીઆઈડીસીવિસ્તાર આવેલી વૈષ્ણવ ડીસીંગ એન્ડ એન્જિનિયરિંગ કંપનીમાં ૨૮મી એપ્રિલ ૨૦૨૨ના રોજ અજાણ્યા તસ્કરે કંપનીની દીવાલ કૂદીને પ્રવેશ કર્યો હતો. જેમાં તસ્કરે કંપનીના એસએસના રોડ (સાપ્ટ) નંગ-૦૩ કિંમત રૂ.૧૮ હજાર અને એસએસની નાની-મોટી રીંગ નંગ- ૨૨ જેની કિંમત રૂ.૧,૬૬,૦૦૦ મળીને કુલ રૂ.૧,૮૪,૦૦૦ની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. કંપનીના માલિક આકાશ અરવિંદભાઈ સાવલીયાને ત્યાં ચોરી થતા તેમણે અંકલેશ્વર જીઆઈડીસીપોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના સભ્યો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે,અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં થયેલી ચોરીનો આરોપી શીવ શંકર ઉર્ફે દયા લક્ષ્મણભાઇ ચોરસીયા હાલ રહે, દઢાલ,તા-અંકલેશ્વરનો હોવાનું માલુમ પડ્યું હતું. આ માહિતીના આધારે પેરોલ ફર્લો સ્કોડની ટીમે ૧૮ મી જુલાઈ ૨૦૨૨ના રોજ ચોર આરોપી શિવ શંકર ચોરસીયાને દઢાલ ગામમાંથી ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.ભરૂચ જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કંપનીમાંથી રુ ૧.૮૪ લાખની કિંમતની એસ.એસ.ની રીંગ તથા પ્લેટોની ચોરીના ગુનામાં ૩ મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો છે. પેરોલ ફર્લોની ટીમે આરોપીને વધુ તપાસ અર્થે અંકલેશ્વર જીઆઈડીસીપોલીસ મથકમાં સોંપ્યો છે.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *