પાકિસ્તાન
પૂર્વ નાણામંત્રી ખાલિદ ૬ મહિના પહેલા અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થાનો હવાલો સંભાળતા હતા. એક સમય એવો હતો જ્યારે તેની પાસે યુએસ સમર્થિત ૬ ડોલર બિલિયન બજેટ હતું. પરંતુ આજે ન તો તેમના પગ નીચે પોતાની જમીન છે અને ન તો પૈસા છે, રાહત માત્ર એટલી જ છે કે તે તેના પરિવાર સાથે રહી શકે છે.જ્યારે તે કાબુલથી વોશિંગ્ટન આવ્યો ત્યારે તેણે ઘણી બધી બાબતોમાં એડજસ્ટ થવું પડ્યું. પરંતુ આ સિવાય તેની પાસે બીજાે કોઈ વિકલ્પ નહોતો અફઘાનિસ્તાનના પૂર્વ નાણામંત્રી ખાલિદ પાયેન્દાની હવે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ઉબેર કેબ ચલાવી રહ્યા છે. આ સાથે તેઓ જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ કામ કરી રહ્યા છે. તેણે કહ્યું કે અત્યારે મારી પાસે કોઈ જગ્યા નથી,ખાલીપણાની લાગણી છે પરંતુ ખુશી છે કે હું મારા પરિવાર સાથે છું. તાલિબાને અફઘાનિસ્તાન પર કબજાે જમાવ્યો તેના એક અઠવાડિયા પહેલા ખાલિદે રાજીનામું આપ્યું હતું. તે સમયે અફઘાનિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે તેના સંબંધો બગડી ગયા હતા. પેયન્દાએ જણાવ્યુ હતુ કે તેણે આ અઠવાડિયાની શરૂઆતમાં એક રાત્રે છ કલાકના કામ માટે ૧૫૦ ડોલરથી થોડી વધુની કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે,તેનો પરિવાર અમેરિકામાં હતો. એટલા માટે તે કોઈપણ સંજાેગોમાં તેના પરિવાર સાથે રહેવા માંગતો હતો. અફઘાનિસ્તાનની સ્થિતિ પર, પાયેન્દાએ કહ્યું કે તે નિષ્ફળતાનો એક ભાગ છે. અફઘાનોની વેદના જાેઈને લાગે છે કે આના માટે સરકાર જ જવાબદાર છે. તેમણે કહ્યું કે અમેરિકાએ તેમના દેશને યોગ્ય મદદ કરી નથી. એક સમય એવો હતો જ્યારે ૯/૧૧ પછી અફઘાનિસ્તાન અમેરિકાની નીતિનું કેન્દ્રબિંદુ હતું, પરંતુ પછીના સમયગાળામાં અમેરિકાએ તેની ભૂમિકા સાથે ન્યાય ન કર્યો.
