National

આઈઆઈટી ખડગપુરમાં વિદ્યાર્થી -સ્ટાફ સહિત ૬૦ લોકો પોઝીટીવ

પટના
મોટાભાગના ચેપગ્રસ્ત લોકોમાં હળવા લક્ષણો જાેવા મળ્યા છે અને આ લોકોને હોમ આઇસોલેશન અથવા હોસ્ટેલમાં બનેલા આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ઉપરાંત ૨૦ નોન-ટીચિંગ અને ફેકલ્ટી સ્ટાફ પણ સંક્રમિત થયો છે. નાથે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને ડોક્ટરો ચેપગ્રસ્ત લોકોની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે, ૧૮ ડિસેમ્બરે સંસ્થાના દીક્ષાંત સમારોહ પછી ૈંૈં્‌ ખડગપુરે દોઢ વર્ષ પછી તબક્કાવાર વિદ્યાર્થીઓને કેમ્પસમાં પાછા લાવવાનો ર્નિણય લીધો હતો. પરંતુ છેલ્લા બે દિવસમાં કોરોનાના વધતા જતા કેસોને જાેતા અમે કેમ્પસ ક્લાસ સ્થગિત કરી રહ્યા છીએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેમ્પસમાંના વર્ગો હવે અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવશે, તો નાથે કહ્યું, વિદ્યાર્થીઓ કેમ્પસમાં પાછા ફરવા આતુર હતા, અમે બધા ઇચ્છીએ છીએ કે કેમ્પસની પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય. પરંતુ હવે તે ક્યારે શરૂ થશે તેની અમને કોઈ જાણ નથી.ઓમિક્રોનના કેસો ઝડપથી વધી રહ્યા છે. જાે આપણે ભારતની વાત કરીએ તો ઓમિક્રોનના ગભરાટ વચ્ચે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. પટના સ્થિત નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલ ના ડોકટરો અને વિદ્યાર્થીઓ સહિત ૧૬૦ થી વધુ કોરોના ચેપગ્રસ્ત મળી આવ્યા બાદ આઈઆઈટી(ૈંૈં્‌) ખડગપુરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ૈંૈં્‌ ખડગપુરના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિત ૬૦ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

IIT-Khadagpur.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *