યુએન
પાકિસ્તાનને લઈને ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું છે કે તે આતંકવાદીઓને આશ્રય આપે છે. પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓ પણ ભારતમાં ઘૂસણખોરીની શોધમાં રહે છે. જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે તે આતંકવાદ, દુશ્મનાવટ અને હિંસાથી મુક્ત વાતાવરણમાં ઈસ્લામાબાદ સાથે સામાન્ય સંબંધો ઈચ્છે છે. ભારતે કહ્યું છે કે આતંકવાદ અને દુશ્મનાવટથી મુક્ત વાતાવરણ બનાવવાની જવાબદારી પાકિસ્તાનની છે.સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત ટી એસ તિરુમૂર્તિએ સોમવારે કહ્યું હતું કે આતંકવાદી જૂથો પ્રતિબંધોથી બચવા માટે પ્રતિબંધો લાદતા નિયમોની મજાક ઉડાવે છે અને પોતાને માનવતાવાદી સંગઠનો તરીકે રજૂ કરે છે. તિરુમૂર્તિ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા ‘પ્રતિબંધોથી સંબંધિત સામાન્ય મુદ્દાઓઃ તેમના માનવતાવાદી અને અનિચ્છનીય પરિણામોને અટકાવવા’ પર આયોજિત ખુલ્લી ચર્ચામાં બોલી રહ્યા હતા. ભારતીય રાજદૂતે ટ્વીટ કર્યું, “મેં ૧૨૬૭ પ્રતિબંધો સહિત પ્રતિબંધ શાસનની મજાક ઉડાવીને પોતાને માનવતાવાદી સંગઠનો તરીકે રજૂ કરીને ફાયદો ઉઠાવતા આતંકવાદી જૂથોને રેખાંકિત કર્યા છે. આપણા પડોશમાં આતંકવાદી જૂથોના આવા ઘણા કિસ્સાઓ છે. આ આતંકવાદી સંગઠનો પ્રતિબંધોથી બચવા માટે પોતાને માનવતાવાદી સંગઠનો તરીકે રજૂ કરે છે. પાકિસ્તાનનું નામ લીધા વગર ટી.એસ.તિરુમૂર્તિએ તેના પર હુમલો કર્યો. પાકિસ્તાન લાંબા સમયથી ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ માટે આતંકવાદીઓને પોષી રહ્યું છે. ટી. એસ. તિરુમૂર્તિએ ઉલ્લેખ કર્યો છે કે પ્રતિબંધોનો ઉપયોગ હંમેશા અંતિમ ઉપાય તરીકે થવો જાેઈએ. વધુમાં તિરુમૂર્તિએ કહ્યું કે સુરક્ષા પરિષદ માટે કોઈપણ પગલા પર વિચાર કરતા પહેલા તમામ મુખ્ય પ્રાદેશિક દેશોની સંપૂર્ણ સલાહ લેવી મહત્વપૂર્ણ છે કારણ કે પ્રતિબંધો માત્ર દેશને જ નહીં, પરંતુ તેના સમગ્ર ક્ષેત્રને અસર કરે છે. શસ્ત્ર પ્રતિબંધ અને સંપત્તિ ફ્રીઝ જેવા લક્ષ્યાંકિત પગલાંને દૂર કરવાના સંદર્ભમાં તેમણે કહ્યું કાઉન્સિલે સભ્ય દેશોને યોગ્ય દિશામાં પગલાં લેવા પ્રોત્સાહિત કરવા માટે પરીષદે વાસ્તવિક અને પ્રાપ્ત કરી શકાય તેવા માપદંડો સેટ કરવાની જરૂર છે. ચર્ચા દરમિયાન તિરુમૂર્તિએ કહ્યું કે ઘણા આતંકવાદી જૂથો નાણાં એકત્ર કરવા, લડવૈયાઓની ભરતી કરવા અને માનવ ઢાલનો ઉપયોગ કરવા માટે માનવતાવાદી સહાયની મદદ લઈ રહ્યા છે.