મેઘાલય
આસામ અને મેઘાલય કેબિનેટે બે રાજ્યો વચ્ચેના પાંચ દાયકા જૂના સરહદ વિવાદને ઉકેલવા માટે ય્ૈદૃી ટ્ઠહઙ્ઘ ંટ્ઠાી ફોર્મ્યુલાને મંજૂરી આપી દીધી છે. પ્રથમ તબક્કામાં ૧૨ વિવાદિત વિસ્તારોમાંથી છ વિસ્તારોનો ઉકેલ લાવવામાં આવશે. જેમાં હાહીમ, ગીઝાંગ, તારાબારી, બોકલપરા, ખાનપરા-પીલિંગકાટા અને રાચેરાનો સમાવેશ થાય છે. અન્ય છ ક્ષેત્રો જ્યાં વિવાદો વધુ જટીલ છે તેની બાદમાં વિચારણા કરવામાં આવશે. યોજના મુજબ, સંસદીય પ્રક્રિયા બાદ સરહદનું સીમાંકન હાથ ધરવામાં આવશે. ૧૯૭૨માં મેઘાલયને આસામમાંથી અલગ કરીને રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યુ હતુ. બંને રાજ્યો ૭૩૩ કિમીની સરહદ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને પડોશી રાજ્યોના સરહદી વિસ્તારોમાં રહેતા વિવિધ સમુદાયો વચ્ચે ઘણી અથડામણ થતી જાેવા મળે છે. મેઘાલય ઓછામાં ઓછા ૧૨ વિસ્તારો પર પોતાનો હોવાનો દાવો કરી રહ્યું છે.તે વિસ્તારો હાલમાં આસામના કબજામાં છે. બંને રાજ્યોએ એક નીતિ અપનાવી છે. જે અંતર્ગત કોઈપણ રાજ્ય અન્ય રાજ્યને જાણ કર્યા વિના વિવાદિત વિસ્તારોમાં વિકાસ યોજનાઓ શરૂ કરી શકશે નહીં.ઉલ્લેખનીય છે કે,મેઘાલય આગામી ૨૧ જાન્યુઆરીએ તેનો ૫૦મો સ્થાપના દિવસ ઉજવશે, ત્યારે બંને રાજ્યોની સરકાર આ સુવર્ણ જયંતિની ઉજવણી પહેલા વિવાદને ઉકેલવા માટે મથામણ કરી રહી છે.મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમા અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા ગુરુવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળશે. બંને મુખ્યમંત્રીઓ બેઠક દરમિયાન પૂર્વોત્તર રાજ્યો વચ્ચે દાયકાઓ જૂના સરહદ વિવાદને ઉકેલવા માટે ગૃહમંત્રીને ભલામણો કરશે. સંગમાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે દિલ્હીમાં આ બેઠક યોજાશે. અમે ઓછા સમયમાં સામાન્ય રિપોર્ટ સબમિટ કરીશું અને પછી ભારત સરકારે કાયદા અનુસાર આ મામલે આગળ વધવું પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે મેઘાલય અને આસામ સરકારની પ્રાદેશિક સમિતિઓની ભલામણો આગળની કાર્યવાહી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આપવામાં આવશે.


