National

ઈજિપ્તમાં મીનિબસ નહેરમાં ખાબકતા ૨૨ લોકોના થયા મોત

મિસ્ત્ર
ઉત્તરી મિસ્ત્રમાં શનિવારે મોટી દુર્ઘટના થઈ છે. દકાહલિયા પ્રાંતમાં એક મીનિબસ નહેરમાં ખાબકી હતી, દુર્ઘટનામાં ૨૨ લોકોના મોત થયા છે, તો વળી ૭ લોકો ઘાયલ થયા છે. મિસ્ત્રના સ્વાસ્થ્ય મંત્રાલયે એક જાણકારી આપતા કહ્યું કે, બસ નેશનલ હાઈવેથી ઉતીરીને ઉત્તરી ડકહલિયા વિસ્તારમાં આગામાં મંસૌરા નહેરમાં ખાબકી હતી. સ્થાનિક અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર, દુર્ઘટનાની જાણ થયા બાદ ઘટનાસ્થળ પર ૧૮ એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. દુર્ઘટનાના ઘાયલ થયેલા લોકોના હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં પોલીસ અધિકારી નહેરમાંથી લાશો કાઢતા દેખાઈ રહ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર જાેઈએ તો, આ દુર્ઘટનામાં બસમાં લગભગ ૪૬ મુસાફરો સવાર હતા, આ દુર્ઘટનામાં એક ગ્રુપ પણ સામેલ છે, જે તમામ વિદ્યાર્થીઓ હતા. દુર્ઘટનામાં મોત થયેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે, મૃતકોમાં ૬ મહિલા અને ૩ બાળકો પણ સામેલ છે. અધિકારીઓનુંક હેવુ છે કે, આ દુર્ઘટનામાં જે પરિવારમાં કમાણી કરનારા સભ્યોના મોત થયા છે. તેમને ૧૦૦,૦૦૦ મિસ્ત્ર પાઉન્ડનું વળતર આપવામાં આવશે, તો વળી પીડિત પરિવારોને ૨૫,૦૦૦ પાઉન્ડ અને ઘાયલોને ૫૦૦૦ પાઉન્ડની મદદ કરવામાં આવશે. એટલું જ નહીં પીડિતોના પરિવારને સરકારના કલ્યાણ કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવશે.

Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *