National

ઈદ બાદ તાલિબાન સામે યુદ્ધ શરૂ થશે !

કાબુલ
અફઘાનિસ્તાનમાં તાલિબાને ગયા વર્ષે ઓગસ્ટમાં સત્તા કબજે કરી હતી. હવે ત્યાં અફરાતફરી અને યુદ્ધ છે. અફઘાનિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ સામી સદાતે તાલિબાનને લડવાનો પડકાર ફેંક્યો છે. સદાતે કહ્યું છે કે તે પૂર્વ સૈનિકો અને રાજકારણીઓને સાથે રાખી તાલિબાન સામે નવું યુદ્ધ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. ઈદ બાદ યુદ્ધ શરૂ થઈ શકે છે. લેફ્ટનન્ટ જનરલ સામી સદાતે તાલિબાનના હુમલા દરમિયાન દક્ષિણ પ્રાંત હેલમંદમાં અફઘાનિસ્તાનના સરકારી સુરક્ષા દળોની કમાન સંભાળી હતી. બીબીસીએ તેમને ટાંકીને જણાવ્યું છે કે, આઠ મહિનાના તાલિબાન શાસને ઘણા અફઘાનોને વિશ્વાસ અપાવ્યો છે કે લશ્કરી કાર્યવાહી જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે. સામી સદાતે કહ્યું કે, આગામી મહિને ઈદ બાદ યુદ્ધ શરૂ થઈ શકે છે. તેઓ આ સમયગાળામાં જ અફઘાનિસ્તાન પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ અને અન્ય લોકો અફઘાનિસ્તાનને તાલિબાનથી મુક્ત કરવા અને લોકશાહી વ્યવસ્થા ફરીથી સ્થાપિત થાય તે સુનિશ્ચિત કરવા માટે શક્ય એટલું બધું જ કરશે. તેમણે ઉમેર્યું કે, જ્યાં સુધી અમને આઝાદી નહીં મળે ત્યાં સુધી અમે લડતા રહીશું. તાલિબાનના આઠ મહિનાના શાસનમાં અમે અફઘાનિસ્તાનમાં જે જાેયું છે તે રાજકીય હેતુઓ માટે ધાર્મિક પ્રતિબંધો અને પવિત્ર કુરાનને ખોટી રીતે ટાંકવા, ખોટું અર્થઘટન અને દુરૂપયોગ કરવા સિવાય બીજું કશું જ નથી. અફઘાનિસ્તાનમાં ૩૬ વર્ષીય સામી સદાત અફઘાન સેનાના સર્વોચ્ચ પદ પર રહેનાર અધિકારી હતા. એમની આગેવાની હેઠળની અફઘાન સેનાએ પ્રાંતની રાજધાનીમાં તાલિબાનને ઘૂંટણિયે પાડી દીધું હતું. બળવાખોરો અફઘાન સૈનિકોના આત્મસમર્પણના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે, તેઓ સ્થાનિક લોકો સાથેની તેમની સેલ્ફી પણ પોસ્ટ કરી રહ્યા છે, બીજી તરફ યુવા જનરલ સદાત પણ કટ્ટરપંથી તાલિબાન સામે પીઆર ટૂલ તરીકે ટિ્‌વટર અને ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાથે યુદ્ધના મોરચે પણ કામ કરે છે. સદાત અને તેમના ૨૧૫માં કમાન્ડના લગભગ ૨૦,૦૦૦ સૈનિકોને ટિ્‌વટર પર લાખો ફોલોઅર્સ મળ્યા છે. આ લોકોના ટિ્‌વટર એકાઉન્ટમાં આ યુવાન જનરલના તેના સૈનિકો સાથેના અનેક ફોટા છે. કેટલાક ફોટામાં સદાત યુવાનો સાથે સેલ્ફી માટે પોઝ આપતા અને સ્થાનિક દુકાનદારો સાથે મુલાકાત કરતા પણ જાેઇ શકાય છે.

Kabul-Afghanistan-Formar-Army-Chief-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *