National

કાબુલમાં ડ્રોન હુમલામાં અલ કાયદાનો ચીફ ઝવાહિરી માર્યો ગયો

કાબુલ
અમેરિકાએ આતંકવાદી સંગઠન અલ કાયદાના મુખિયા ઝવાહિરીને ઠાર માર્યાનો દાવો કર્યો છે. અમેરિકી અધિકારીઓના અનુસાર ઝવાહિરી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ૩૧ જુલાઇના રોજ ડ્રોન સ્ટ્રાઇકમાં મોતને ભેટ્યો હતો. રાત્રે લગભગ ૧૦ વાગે આ હુમલો થયો હતો. અલ ઝવાહિરીને મોતને ઘાટ ઉતારવો અમેરિકા માટે મોટી સફળતા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઝવાહિરીના ઘરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઝવાહિરી હુમલાના સમયે તેના ઘરમાં હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઝવાહિરી આ ઘરમાં રહેતો હતો. કાબુલના શેરપુર વિસ્તારમાં સ્થિત આ ઘર ઝવાહિરીનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર ગાઢ વસ્તીવાળો છે. ઘરણામાં ઘણા માળ છે. અલ ઝવાહિરીનો જન્મ ૧૯ જૂન ૧૯૫૭ ના રોજ મિશ્રના એક પરિવારમાં થયો હતો. સર્જન અલ ઝવાહિરી અરબી અને ફ્રેંચ ભાષા જાણતો હતો. ઝવાહિરીએ ઇજિપ્તિયન ઇસ્લામિક જિહાદ એટલે કે ઈૈંત્ન ની રચના કરી હતી. ૧૯૭૦ ના દાયકામાં ઇજિપ્તમાં સેક્યુલર શાસનનો વિરોધ કરવા માટે એક ઉગ્રવાદી સંગઠન હતું. ઝવાહિરી અહીંયા ઇસ્લામિક હુકૂમત કાયમ રાખવા માંગતો હતો. અલ ઝવાહિરીની ઓસામા બિન લાદેન સાથે મુલાકાત સાઉદી અરબમાં થઇ હતી. લાદેન ૧૯૮૫ માં અલ કાયદાને પ્રોત્સાહન આપવા માટેપાકિસ્તાના પેશાવરમાં ગયો હતો. આ દરમિયાન અલ ઝવાહિરી પણ પેશાવરમાં જ હતો અહીંથી બંને આતંકવાદીઓ વચ્ચે સંબંધ મજબૂત થવા લાગ્યા. ઇજિપ્તના ડોક્ટર અને સર્જન અલ ઝવાહિરીએ અમેરિકામાં ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૧ ના હુમલામાં ચાર વિમાનોને હાઇજેક કરવામાં મદદ કરી હતી. તેમાંથી ૨ વિમાન વર્લ્ડ ટ્રેંડ સેન્ટરના બંને ટાવર્સ સાથે ટકરાવવામાં આવ્યા હતા. ત્રીજું વિમાન અમેરિકી રક્ષા મંત્રાલય પેંટાગન સાથે ટકરાયું હતું. ચોથું વિમાન શેંકવિલેમાં એક ખેતરમાં ક્રેશ થયું હતું. આતંકવાદની આ સૌથી મોટી ઘટનામાં ત્રણ હજાર લોકોના મોત થયા હતા.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *