National

કાબુલમાં ૩ હજાર લીટર દારૂ ઢોળી દેતા નદી વહેતી જેવા દૃશ્યો જાેવા મળ્યા

અફઘાનિસ્તાન
તાલિબાને ૧૫ ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબજાે જમાવ્યા બાદથી સતત હુમલાઓ કર્યા છે. તાલિબાનના પ્રોપેગેશન ઓફ વર્ચુ એન્ડ પ્રિવેંશન ઓફ વાઇસ’ મંત્રાલયે મહિલાઓના અધિકારોને પ્રતિબંધિત કરતી ઘણી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સપ્ટેમ્બરમાં તાલિબાને દાઢી કરાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને ચેતવણી આપી હતી કે આદેશનું ઉલ્લંઘન કરનારને સખત સજાનો સામનો કરવો પડશે. જ્યારથી તાલિબાનોએ સત્તા કબજે કરી છે. સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા ભેદભાવપૂર્ણ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આમાં ફક્ત મહિલાઓ દ્વારા જ મહિલાઓને શીખવવું અને પુરુષો અને સ્ત્રીઓ સાથે મળીને વાંચન પર પ્રતિબંધ સામેલ છે. અફઘાનિસ્તાન પર કબજાે જમાવ્યો ત્યારથી તાલિબાને પોતાને વધુ સહિષ્ણુ બતાવવાનો પ્રયાસ કર્યો છે. જાે કે, તેના દ્વારા લેવામાં આવતા પગલાં તેનાથી વિપરીત ચિત્ર દોરે છે. તાલિબાને મહિલાઓને એકલા મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તે કહે છે કે મહિલાઓને લાંબા અંતરની મુસાફરી કરવા માટે પુરૂષ સાથીની જરૂર પડશે. આ પુરુષ પાર્ટનર નજીકનો સંબંધી હોવો જાેઈએ. આ ઉપરાંત, તાલિબાન લડવૈયાઓ અગાઉની સરકારોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને ભૂતપૂર્વ સૈનિકોને પણ ત્રાસ આપતા જાેવા મળ્યા છે. આ ઘટનાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ અનેક પ્રકારના પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે. આ સાથે જ દારૂના વેચાણ પર પ્રતિબંધ છે. આ જ કારણ છે કે રવિવારે તાલિબાન અધિકારીઓએ કાબુલમાં લગભગ ૩,૦૦૦ લિટર દારૂ એક નહેરમાં ફેંકી દીધો હતો. તાલિબાનના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ઈન્ટેલિજન્સ (ય્ડ્ઢૈં) એ ટિ્‌વટર પર એક વિડિયો શેર કર્યો જેમાં એજન્ટો રાજધાનીમાં દરોડા દરમિયાન પકડાયા બાદ દારૂના બેરલને નહેરમાં ઠાલવતા જાેવા મળે છે. ક્લિપમાં તાલિબાનના ગુપ્તચર અધિકારીને એમ કહેતા સાંભળી શકાય છે કે, ‘મુસલમાનોએ દારૂ બનાવવા અને પીવાથી દૂર રહેવું જાેઈએ’. ઝ્રૈંછના ઈન્ટેલિજન્સ યુનિટના સ્પેશિયલ ઓપરેશન યુનિટે કાબુલના કાર્ટ-એ-ચાર વિસ્તારમાં લગભગ ૩,૦૦૦ લીટર દારૂ સાથે ત્રણ દારૂના ડીલરોની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા દારૂનો નાશ કરી દારૂ વેચનારાઓને કોર્ટમાં સોંપવામાં આવ્યા હતા. દરોડો ક્યારે પાડવામાં આવ્યો હતો અથવા દારૂનો ક્યારે નાશ કરવામાં આવ્યો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી. જાે કે, જીડીઆઈ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન દરમિયાન ત્રણ ડીલરોની ધરપકડ કરવામાં આવી હતી. તાલિબાનથી પહેલાની સરકારોમાં દારૂ વેચવા અને પીવા પર પ્રતિબંધ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *