બેંગલુરુ
બેંગલુરુ પોલીસ ફોન, લેપટોપ અને કાંડા ઘડિયાળ સહિત ૬૧ ગેજેટ્સ સાથે ફરાર થયેલા ડિલીવરી એક્ઝીક્યૂટિવની શોધ કરી રહી છે. જેને તે ફ્લિપકાર્ટ તરફથી ગ્રાહકોના એડ્રેસ પર ડિલીવરી કરવાનો હતો. તે હાલમાં જ એક લોજિસ્ટિક્સ કંપનીમાં જાેડાયો હતો. જે ઈ કોમર્સ ફર્મ માટે ડિલીવરી બોય આપે છે.
ડિલીવરી એક્ઝીક્યૂટિવ જે વસ્તુઓ સાથે ફરાર થયો છે, તેની કિંમત લગભગ ૪ લાખ રૂપિયા છે. તેમાં આઈફોન, લેપટોપ અને એન્ડ્રોઈડ ફોન જાેડાયેલ છે. ફર્મ જાેઈ કરતી વખતે શંકાસ્પદ શેખ બબજને ખુદને પૂર્વ બેંગલુરુનો રહેવાસી હોવાનો દાવો કર્યો હતો. ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ સાથે જાેડાયેલ લોજિસ્ટિક્સ કંપનીના ઓપરેશનલ મેનેજર અભિલાષે આ સંબંધમાં ડીજે હલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
રિપોર્ટ અનુસાર, અભિલાષે પોલીસને જણાવ્યું હતું કે, તેમની ફર્મે ડિલીવરી બોયના પદ માટે ઓનલાઈન જાહેરાત આપી હતી, જેને જાેઈને બબજન નેગતે ૨૪ સપ્ટેમ્બરે સંપર્ક કર્યો હતો. કંપનીના નિર્દેશ અનુસાર, તેણે પોતાના આધાર કાર્ડ, પાન કાર્ડ, એક કેન્સલ ચેકની કોપી ઉપરાંત ફોટો આપ્યા હતા.
આ દસ્તાવેજની તપાસ બાદ કંપનીએ તેના પર કામ શરુ કર્યું છે. બબજને ૨૫ સપ્ટેમ્બરથી કામ કરી રહી છે. તેની ડ્યૂટી કનક નગરમાં ફ્લિપકાર્ટની લોજિસ્ટિક્સ યૂનિટ સાથે લાગી હતી. તે દિવસે તેણે ૬ ઓર્ડર ડિલીવર કર્યા અને ગ્રાહકો પાસેથી મળેલા રૂપિયા કંપનીને આપી દીધા હતા. બીજા દિવસે સવારે બબજને ફ્લિપકાર્ટ લોજિસ્ટિક્સ યૂનિટથી ડિલીવરી માટે લગભગ ૬૧ જેટલી વસ્તુઓ આપવામાં આવી.
પણ તેમાંથી એકેય સામાનની ડિલીવરી થઈ નહીં. કંપનીએ તેનો સંપર્ક કરવાની કોશિશ કરી, પણ તેનો ફોન સ્વિચ્ડ ઓફ બતાવી રહ્યો હતો. બબજનના કહેવા પર તેને ગંગાનગર અને આજૂબાજૂના વિસ્તારમાં સામાન પહોંચાડવાનું કહેવામાં આવ્યું હતું. એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યુ છે કે, અમે આઈપીસીની કલમ ૪૦૬ અને ૪૨૦ અંતર્ગત ફરિયાદ નોંધી લીધી છે. આરોપીને પકડવાના પ્રયાસ કરી રહ્યા છીએ. પોલીસને શંકા છે કે, નોકરી સમયે અપ્લાઈ કરતી વખતે તેણે નકલી દસ્તાવેજાે આપેલા છે.


