National

તેલંગણાને બંગાળ બનાવવા ઈચ્છે છે ચંદ્રશેખર રાવ ઃ અમિત શાહ

હૈદરાબાદ
અમિત શાહે તેલંગણામાં ચાલી રહેલી પ્રજા સંગ્રામ યાત્રાને લઈને કહ્યુ કે, આ યાત્રા કોઈ એક પાર્ટીને કાઢીને બીજી પાર્ટીને બેસાડવાની નથી. આ યાત્રા કોઈને મુખ્યમંત્રી બનાવવાની નથી. આ યાત્રા પછાત, કિસાન, આદિવાસી, મહિલાઓ, દલિતો અને યુવાઓના કલ્યાણની યાત્રા છે. આ યાત્રા તેલંગણાનો મિજાજ બદલવાની યાત્રા છે. આ પ્રજા સંગ્રામ યાત્રામાં આટલી ગરમીમાં આશરે ૭૬૦ કિમી પગે ચાલીને અમારા પ્રદેશ અધ્યક્ષે તેલંગણાની જમીનને માપી છે. જ્યારે આ યાત્રા પૂરી થશે, ત્યારે ૨૫૦૦ કિમીનું અંતર કાપશે. અમિત શાહે કહ્યુ કે, ૨૦૧૯ની ચૂંટણીમાં તેલંગણાની જનતાએ ભાજપને ચાર સીટો આપી હતી. બે સીટો પર અમે સામાન્ય અંતરથી હાર્યા હતા. પરંતુ ત્યારબાદ હૈદરાબાદ કોર્પોરેશનની ચૂંટણી થઈ કે બે પેટાચૂંટણી યોજાઈ, દરેક જગ્યાએ ભાજપને વિજયી બનાવી છે. અહીંના યુવા ચંદ્રશેખર રાવની સરકારને ઉખેડી ફેંકવાના છે, કારણ કે તમે બેરોજગારને ભથ્થુ આપવાની વાત કરી પરંતુ આપ્યું નહીં. તમે કિસાનોનું દેવુ એક લાખ રૂપિયા સુધી માફ કરવાની વાત કરી હતી, પરંતુ તે કર્યું નથી. પીએમ મોદીએ તેલંગણાના વિકાસ અને લોકો માટે અનેક કામ કર્યુ છે. અહીંની સરકાર મોદીજીના યોજનાઓના નામ બદલવા સિવાય કંઈ કરતી નથી. ટીઆરએસની સરકારનું નિશાન ગાડી છે. ગાડીનું સ્ટેરિંગ ડ્રાઇવરના હાથમાં હોય છે કે માલિકના હાથમાં હોય છે. પરંતુ ટીઆરએસની ગાડીનું સ્ટેયરિંગ ઓવૈસીના હાથમાં છે. આ સરકારને બદલવા માટે અમે સંઘર્ષ યાત્રા લઈને નિકળ્યા છીએ.કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહ આજે તેલંગણાના પ્રવાસે છે. હૈદરાબાદમાં જનસભાને સંબોધિત કરતા શાહે કહ્યુ કે, હું ચંદ્રશેખર રાવને કહેવા ઈચ્છુ છું કે તે જલદી ચૂંટણી કરાવવા ઈચ્છે તો કરાવી દે, ભાજપ તેના માટે તૈયાર છે. અમિત શાહે કહ્યુ કે, ભાજપ પોતાના વિચારોને લઈને જનતાની પાસે જશે. તે ચંદ્રશેખર રાવ તેલંગણાને બંગાળ બનાવવા ઈચ્છે છે તે રોકવુ પડશે. આપણે તે નક્કી કરવું પડશે કે સાઈં ગણેશના હત્યારાઓને આકરી સજા આપવામાં આવે. મુખ્યમંત્રી રાવ સચિવાલયમાં તો જતા નથી. તેમને કોઈ તાંત્રિકે કહ્યુ છે કે સચિવાલય ગયા તો સરકાર જતી રહેશે. અમિત શાહે કહ્યુ- ચંદ્રશેખર રાવ સાંભળી લો, સરકાર બનાવવા કોઈ તાંત્રિકની જરૂર નથી. તેલંગણાના યુવાનો તમારી સરકાર ઉખેડી ફેંકશે.

BJPs-two-day-meditation-camp-Chief-Minister-and-Home-Minister-Amit-Shah-present.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *