National

નેપાળના તારા એરપોર્ટનું વિમાન લેન્ડિંગ કરે તે પહેલા જ દુર્ઘટનાગ્રસ્ત થયું

નેપાળ
દુર્ઘટનાનો ભોગ બનેલું તારા એરનું વિમાન પોખરાથી ૬ વાગે ઉડાણ ભરવાનું હતું પરંતુ ઓછી વિઝિબ્લિટી અને ખરાબ હવામાનના કારણે ૪ કલાક મોડું ઉડ્યું. તારા એરની ફ્લાઈટ પહેલા સમિટ એરની બે ફ્લાઈટ જાેમસોમ જઈ ચૂકી હતી. કેપ્ટન પ્રભાકરનું વિમાન જાેમસોમમાં લેન્ડિંગ કરવાનું હતું. નેપાળી સેનાને દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનનો કાટમાળ મુસ્તાંગ જિલ્લામાં જાેવા મળ્યો છે. નેપાળમાં રવિવારે એક મોટી દુર્ઘટના ઘટી. જેમાં ક્રુ મેમ્બર્સ સહિત ૨૨ લોકોને લઈને જતું તારા એરનું એક વિમાન પહેલા ગૂમ થયાના સમાચાર આવ્યા અને પછી ગૂમ થઈ ગયેલું વિમાન ક્રેશ થયું એવા ખબર આવ્યા. આ વિમાનમાં સવાર લોકોમાં ૪ ભારતીય, ૨ જર્મન અને ૧૩ નેપાળી મૂળના લોકો હતા. ફ્લાઈટ નેપાળના પોખરાથી જાેમસોમ જઈ રહી હતી. દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનને પાઈલટ પ્રભાકર ઘિમિરે ઉડાવી રહ્યા હતા. આ અકસ્માત અંગે એવો પણ ખુલાસો આવ્યો છે કે અકસ્માતની થોડી પળો પહેલા જ પાઈલટે નેપાળના જાેમસોમના એર ટ્રાફિક કંટ્રોલ સાથે વાત કરી હતી અને હવામાન અંગે જાણકારી મેળવી હતી. વાત જાણે એમ છે કે પાઈલટનો પોખરા એરપોર્ટના એટીએસ સાથે સંપર્ક થઈ રહ્યો નહતો. ત્યારબાદ તેમણે જાેમસોમ છ્‌ઝ્ર સાથે હવામાન અંગે પૂછપરછ કરી હતી. જાેમસોમ છ્‌ઝ્ર એ હવામાન ચોખ્ખુ અને પવન પણ બરાબર હોવાની જાણકારી આપી હતી. તારા એરના વિમાનના થોડી પળો પહેલા જ સમિટ એરના વિમાને જાેમસોમ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું. છ્‌ઝ્ર દ્વારા તારા એરના વિમાનના પાઈલટને પણ લેન્ડિંગની મંજૂરી આપી હતી. ફ્લાઈટ થોડી પળોમાં લેન્ડિંગ કરવાની હતી અને અચાનક રડારથી ગાયબ થઈ ગઈ હતી. પ્લનનો પહેલા સવારે ૧૦.૦૭ વાગે પોખરા એટીસી અને પછી ૧૦.૧૧ વાગે જાેમસોમ છ્‌ઝ્ર સાથે સંપર્ક તૂટ્યો હતો. વિમાન ઉતરણ કરે તે પહેલા દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ વિમાન અગાઉ સમિટ એરનું જે વિમાન લેન્ડ થયું હતું તેના પાઈલટ કેપ્ટન અભિનંદન ખડકાએ જણાવ્યું કે જાેમસોમ એરપોર્ટનું હવામાન સારું હતું. કોઈ પણ પરેશાની વગર તેમણે ફ્લાઈન્ટ લેન્ડ કરાવી હતી. દુર્ઘટનાગ્રસ્ત વિમાનના પાઈલટ કેપ્ટન પ્રભાકર સાથે કેપ્ટન અભિનંદનને સારી મિત્રતા પણ હતી. પોખરા એરપોર્ટથી ઉડાણ ભરતા પહેલા બંને વચ્ચે વાત પણ થઈ હતી.

Nepal-Plane-Crash-image-From-Crash-Side.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *