National

પર્થની હોટેલ રૂમનો વીડિયો લીક થતાં કોહલી નારાજ,હોટેલે માંગી માફી

પર્થ
ભારતના વિસ્ફોટક બેટ્‌સમેન વિરાટ કોહલીને સોમવારે એક વિચિત્ર અનુભવ થયો હતો. ટી૨૦ વર્લ્ડ કપમાં પર્થમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની મેચ વખતે કોહલીને આ કડવો અનુભવ સહન કરવો પડ્યો હતો. વિરાટ કોહલી પર્થની જે હોટેલમાં રોકાયો હતો તે રૂમમાં એક ફેને ઘૂસીને વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કર્યો હતો. કોહલીએ આને ભયાનક ગણાવવાની સાથે પ્રાઈવસીનો ભંગ પણ ગણાવ્યો હતો. કોહલીની ગેરહાજરીમાં કોઈએ રૂમમાં પ્રવેશ કર્યો અને વીડિયો પણ ઉતાર્યો હોવાથી વિરાટે આ મામલે ઊંડી નારાજગી વ્યક્ત કરી હતી. વીડિયોમાં કિંગ કોહલીનો સામાન અને અલમારી પણ બતાવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેને જાેઈને કોહલીને ઝટકો લાગ્યો હતો અને તેણે ચાહકોને ક્રિકેટરની પ્રાઈવસીનું સમ્માન કરવા અનુરોધ કર્યો હતો. કોહલીએ એક પોસ્ટમાં જણાવ્યું કે, ચાહકો અમને ફક્ત મનોરંજન માટેનું માધ્યમ ના સમજે. હું સમજું છું કે ચાહકો તેમના પસંદગીના ખેલાડીને જાેઈને ઘણા ખુશ તથા ઉત્સાહિત થાય છે. તેઓ ક્રિકેટર્સને મળવા માટે ગમે તે હદ વટાવી શકે છે. મે હંમેશા આ બાબતની સરાહના કરી છે પરંતુ આ વીડિયો ભયાવહ છે અને આનાથી મને મારી પ્રાઈવસી અંગે ખૂબ ખરાબ અનુભવ થયો છે. જાે હું મારા હોટેલ રૂમમાં મારી પ્રાઈવસીના જાળવી શકું તો ક્યાં તેની અપેક્ષા રાખી શકું? આ પ્રકારનું વર્તન યોગ્ય નથી. કૃપા કરીને લોકોની નિજતાનું સમ્માન કરો અને તેમની સાથે આવું બિલકુલ ના કરો.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *