National

પાકિસ્તાન પોતાના ગધેડાઓને ચીન મોકલી રહ્યું છે ?

ઇસ્લામાબાદ
પાકિસ્તાનમાં વધી રહેલા ગધેડાની વસ્તી પર ધ્યાન એટલા માટે દોરાય છે, કારણકે પાકિસ્તાન મોટી સંખ્યામાં ચીનમાં ગધેડાની નિકાસ કરે છે. ચીનમાં આ પ્રાણીની ઘણી માંગ છે. ચીની દવાઓમાં ગધેડાની ચામડી અને જિલેટીનનો ખૂબ ઉપયોગ થાય છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ચીનની કંપનીઓ પાકિસ્તાનમાં ગધેડાના ઉત્પાદનમાં ઇં૩ બિલિયનનું રોકાણ કરવા તૈયાર છે. પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા બંનેની સરકારે ખાસ કરીને ચીનમાં ગધેડાઓની નિકાસ કરવા માટે પ્લાન્ટ સ્થાપ્યા છે.હવે ગધેડાના આધારે આવક વધારવાના પાકિસ્તાનનાં દિવસો આવ્યા છે. સરકારે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨નાં આંકડા જાહેર કર્યા. જે મુજબ, પાકિસ્તાનમાં આ વર્ષે ગધેડાની સંખ્યામાં વધારો થયો છે, સાથે જ ઘેડા, બકરા, ભેંસની સંખ્યા પણ વધી છે. આ અઠવાડિયે, પાકિસ્તાને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે હાથ ધરાયેલા તેના આર્થિક સર્વેના ડેટા જાહેર કર્યા છે. જે મુજબ દેશમાં અન્ય પ્રાણીઓની સરખામણીમાં ગધેડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે કૃષિ અને પશુપાલનને પ્રાથમિકતા આપી રહ્યું છે. ચીનમાં ગધેડાની નિકાસ આ વ્યવસ્થાનો મોટો ભાગ છે. તાજેતરના સર્વે અનુસાર, ૨૦૨૧-૨૦૨૨માં પાકિસ્તાનમાં ગધેડાની વસ્તી વધીને ૫.૭ મિલિયન નોંધાઈ. અગાઉના નાણાંકીય વર્ષની વાત કરીએ તો, ૨૦૧૯-૨૦૨૦માં આ સંખ્યા ૫.૫ મિલિયન હતી. વિશ્વમાં સૌથી વધુ ગધેડા ધરાવતા દેશોમાં પાકિસ્તાન ત્રીજા ક્રમે છે. નાણાંમંત્રી મિફતાહ ઈસ્માઈલ દ્વારા બહાર પાડવામાં આવેલા આર્થિક સર્વેમાં દર્શાવાયુ છે કે, પાકિસ્તાનની ય્ડ્ઢઁ અગાઉની ઈમરાન ખાન સરકાર દ્વારા નિર્ધારિત લક્ષ્ય કરતાં વધુ ઝડપથી વધી છે. સર્વેક્ષણમાં દેશમાં રાજકીય ઉથલપાથલ છતાં ય્ડ્ઢઁનો વૃદ્ધિ દર ૫.૯૭ ટકા રહેવાનો અંદાજ છે. દર વર્ષે ગધેડાની વસ્તીમાં ૧ મિલિયનનો વધારો દર્શાવે છે કે પાકિસ્તાન પશુઓની નિકાસમાં કેટલુ અગ્રેસર છે. પાકિસ્તાનનું કૃષિ ક્ષેત્ર તેના ય્ડ્ઢઁમાં ૧૪ ટકાનું યોગદાન આપે છે. એક્સપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે ‘કૃષિ ક્ષેત્રે ૪.૪ ટકા વૃદ્ધિ નોંધાવી છે જે મુખ્યત્વે પાકમાં ૬.૬ ટકા અને પશુધનમાં ૩.૩ ટકાના વધારાને કારણે છે.’ પાકિસ્તાનમાં ૮ મિલિયનથી વધુ ગ્રામીણ પરિવારો પશુ ઉત્પાદનનો વ્યવસાય ધરાવે છે. એક ન્યૂઝના અહેવાલ અનુસાર, ‘પશુધનનું કુલ મૂલ્યવૃદ્ધિ રૂ. ૫,૨૬૯ અબજ (૨૦૨૦-૨૧) થી વધીને રૂ. ૫,૪૪૧ અબજ (૨૦૨૧-૨૨) થઈ ગઈ છે, જે ૩.૨૬%ની વૃદ્ધિ દર્શાવે છે.’ ચીન વિશ્વમાં ગધેડાનું સૌથી મોટું સંવર્ધક દેશ હોવાનું કહેવાય છે. ચીનનો બાયોટેક ઉદ્યોગ ગધેડાની ચામડીનો ઉપયોગ ચાઈનીઝ દવાના પરંપરાગત મુખ્ય ઘટક તરીકે કરે છે. તેનો ઉપયોગ બ્લડ સર્ક્‌યુલેશન સુધારવા, એનિમિયા અને પ્રજનન સમસ્યાઓની સારવાર માટે પણ થાય છે. ઈસ્લામાબાદ અને બેઈજિંગ વચ્ચેની ‘ઓલ-વેધર’ મિત્રતા પણ ગધેડા પર આધારિત છે. પાકિસ્તાન માટે ગધેડો કેટલો મહત્વનો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ૨૦૨૧માં પાકિસ્તાનની હિટ એનિમેટેડ ફિલ્મ ધ ડોન્કી કિંગ ચીનમાં રિલીઝ થઈ હતી. તે રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ છે. ગયા વર્ષે જ્યારે ગધેડાઓની સંખ્યા વધી ત્યારે ઈમરાન ખાન સરકારને નેશનલ એસેમ્બલીના બજેટ સત્રમાં જાેરદાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ વિરોધીઓએ “ગધે રાજા કી સરકાર નહીં ચલેગી” નાં નારા લગાવ્યા હતા.પાકિસ્તાનના ગધેડાઓ પ્રત્યે ચીનને કેમ પ્રેમ છે? બન્ને દેશોના ગધેડાઓ અલગ-અલગ છે કે પછી સેઈમ છે? પાકિસ્તાનના ગધેડાઓને ભેગા કરીને ચીન શું કરવા બેઠું છે? પાકિસ્તાન કેમ અચાનક પોતાના ગધેડાઓને ચીન મોકલી રહ્યું છે? પાકિસ્તાનની સંસદમાં “ગધે રાજા કી સરકાર નહીં ચલેગી” નાં નારા કેમ લાગ્યાં આવા અનેક સવાલો હાલ ચર્ચાનો વિષય બન્યાં છે. ત્યારે આ તમામ સવાલોનો જવાબ તમને આ આર્ટિકલમાં મળી જશે.

International-Pakistan-There-are-5.7-million-donkeys-in-Pakistan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *