ક્રાઈસ્ટચર્ચ
દેશની ટીમે ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૭૩ રન કર્યા હતા. જવાબમાં પાકિસ્તાને ૧૯.૫ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૭૭ રન સાથે મેચમાં જીત મેળવી હતી. પાકિસ્તાનનો શ્રેણીમાં આ ત્રીજાે વિજય છે. ટી૨૦માં ઓપનર દ્વારા સદીથી વધુની ભાગીદારી થઈ હોય તેવી આ આઠમી ઘટના છે. મોહમ્મદ રિઝવાને ૫૬ બોલમાં ચાર ચોગ્ગાની મદદથી ૬૯ રન ફટકારતા તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. ત્રીજા ક્રમે બેટિંગમાં આવેલા હૈદર અલી ખાતું ખોલાવી શક્યો નહતો. મોહમ્મદ નવાઝે ૨૦ બોલમાં અણનમ ૪૫ રન ઝૂડ્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થયો હતો. પાકિસ્તાનને અંતિમ ઓવરમાં આઠ રનની જરૂર હતી અને સાત વિકેટ બાકી હતી. નવાઝ ક્રિઝ પર હતો. આસિફ અલીએ પ્રથમ બોલમાં એક રન લીધો હતો જ્યારે બીજા બોલ પર નવાઝે બે રન લીધા હતા. નવાઝ વધુ એક વખત બે રન દોડ્યો હતો અને પાંચમા બોલ પર તેણે વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. હવે શુક્રવારે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. લિટન દાસે ૪૨ બોલમાં ૬૯ રન કર્યા હતા જ્યારે કેપ્ટન શાકિબ અલ હસને ૪૨ બોલમાં ૬૮ રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. બન્નેએ ત્રીજી વિકેટ માટે ૮૮ રનની પાર્ટનરશિપ કરી હતી. પાકિસ્તાન તરફથી નસીમ શાહ અને મોહમ્મદ વસીમે બે-બે વિકેટ લીધી હતી.


