તાલિબાન
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને ‘પાકિસ્તાની તાલિબાની’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પાકિસ્તાનનું એક આતંકવાદી સંગઠન છે, જેના મૂળ અફઘાન તાલિબાન સાથે જાેડાયેલા છે. ્્ઁ એ પુષ્ટિ કરી છે કે, સેનાએ તેના એક ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદે આવેલો અશાંત વિસ્તાર લાંબા સમયથી અફઘાનિસ્તાનથી કાર્યરત ્્ઁ જેવા જૂથો માટે ગઢ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ્્ઁની સ્થાપના ૨૦૦૭માં થઈ હતી. આ સંગઠન ૨૦૧૪માં પેશાવર સ્કૂલ હુમલા માટે કુખ્યાત છે, જેમાં ૧૫૦ બાળકો માર્યા ગયા હતા. બદલામાં, પાકિસ્તાને ટીટીપીને કચડી નાખવા માટે નક્કર પગલાં લીધાં, સંગઠનના લડવૈયાઓને અફઘાનિસ્તાનમાં છુપાઈ જવાની ફરજ પડી. કાબુલ પર તાલિબાનોના કબજા બાદ ્્ઁ ફરી એકવાર માથું ઉંચુ કરી રહ્યું છે, જેને પાકિસ્તાન રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે.પાકિસ્તાની સેનાએ શુક્રવારે પુષ્ટિ કરી છે કે, પાકિસ્તાની તાલિબાન સાથેના ગોળીબારમાં તેના ચાર સૈનિકો માર્યા ગયા છે. પાકિસ્તાની સૈન્યએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ અફઘાનિસ્તાન નજીક પાકિસ્તાની તાલિબાનના જૂના ગઢમાં બે સ્થાનો પર દરોડા પાડ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં યુદ્ધવિરામના અંત પછી સશસ્ત્ર જૂથ અને પાકિસ્તાન સુરક્ષા દળો વચ્ચેનો આ સૌથી ઘાતક મુકાબલો છે. આતંકવાદીઓએ આ હુમલો ઉત્તર વજીરિસ્તાનના મીર અલી શહેરમાં કર્યો હતો. પાકિસ્તાની સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, પહેલો હુમલો ઉત્તર પશ્ચિમમાં ટેંક જિલ્લામાં કરવામાં આવ્યો હતો. જેમાં બે સશસ્ત્ર લડવૈયા માર્યા ગયા હતા. બીજાે દરોડો ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં થયો હતો, જેમાં ચાર સૈનિકો માર્યા ગયા તે પહેલા એક લડવૈયાની અટકાયત કરવામાં આવી હતી. ઉત્તર વજીરિસ્તાનના મીર અલી શહેરમાં સુરક્ષા દળોએ શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડ્યા હતા. સેનાએ કહ્યું કે, એક ‘આતંકવાદી’ને હથિયારો અને દારૂગોળો સાથે પકડવામાં આવ્યો છે. નોંધનીય છે કે યુદ્ધવિરામની જાહેરાત બાદથી જ પાકિસ્તાન સરકારે ટીટીપીના આતંકવાદીઓને હથિયાર મુકવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો.