National

પુતિનની કડક ચેતવણીએ નાટોની મુશ્કેલી વધારી

રશિયા
યુક્રેન પર રશિયા વચ્ચેનું યુદ્ધ કેટલો સમય ચાલશે તે કોઈ નથી જાણતું, પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બંને દેશો વચ્ચે ચાલી રહેલી શાંતિ ડીલને લઈને મહત્વની જાહેરાત કરી છે. પુતિને કહ્યું છે કે કેટલાક મુદ્દાઓ પર સર્વસંમતિ હોવાનું જણાય છે. ખાસ કરીને, કિવ સરકાર યુક્રેનને તટસ્થ રાજ્ય તરીકે રાખવા ગંભીરતાથી વિચારી રહી છે. મોસ્કોના ટોચના વાટાઘાટકાર વ્લાદિમીર મેડેન્સકીએ કહ્યું હતુ કે, યુક્રેન ઑસ્ટ્રિયન અથવા સ્વીડિશ મોડલની ચર્ચા કરી રહ્યું છે, એટલે કે યુક્રેન એક તટસ્થ ડિમિલિટરાઇઝ્‌ડ રાજ્ય બની શકે છે, જેની પોતાની સૈન્ય અને નૌકાદળ હશે. સ્વાભાવિક રીતે જ રશિયાની આ માંગ પુરી થતી દેખાઈ રહી છે કે ઝેલેન્સકી હવે નાટોમાં ન જાેડાવા માટે સંમત થઈ રહ્યા છે. એક તરફ રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા ચાલી રહી છે તો બીજી તરફ રશિયન સેના યુક્રેનની રાજધાની કિવમાં બોમ્બમારો કરી રહી છે જેમાં નિર્દોષ સામાન્ય લોકો માર્યા ગયા છે. આજે રશિયન સેનાએ કિવ પર મિસાઇલો છોડી હતી. આ મિસાઇલો કિવમાં એક એપાર્ટમેન્ટ, સબવે સ્ટેશન અને અન્ય વિસ્તારો પર છોડવામાં આવી હતી. મિસાઇલો સિવાય કિવ પર વહેલી સવારે તોપખાનાથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી રશિયા દાવો કરતું આવ્યું છે કે, તે માત્ર યુક્રેનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યું છે, પરંતુ માનવતાવાદી કોરિડોર આપ્યા પછી, રશિયન સેના ચોવીસ કલાકના યુદ્ધમાં કિવ અને સમગ્ર યુક્રેનની દરેક ઇમારતને નિશાન બનાવી રહી છે. દરિયા કિનારે આવેલા ઓડેસા શહેરને યુક્રેનનું મોતી કહેવામાં આવે છે, પરંતુ રશિયન મિસાઇલોએ શહેરને બરબાદ કરી દીધું છે. રશિયન નૌકાદળ કાળા સમુદ્રમાંથી આ શહેર પર મિસાઈલ હુમલા કરી રહી છે અને ચોવીસ કલાકની અંદર શહેર પર પાંચસો મિસાઈલોનો વરસાદ કરવામાં આવ્યો છે.બીજી તરફ રશિયાની ટેતવણીને પગલે નાટો મુશ્કેલી પણ વધી ગઈ છે.

Russia-President-Vladimir-Putin-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *