National

પૂર્વ સીએમ મનોહર પરીકરના પુત્રને ભાજપ ટિકીટ નહીં આપે

ગોવા
મનોહર પર્રિકરના મોટા પુત્ર પણજી બેઠક પરથી પેટાચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ ભાજપે પરિવારવાદને પ્રોત્સાહન ન આપવાના નામે ઉત્પલ પર્રિકરને ટિકિટ આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જાેકે, અત્યારે પણ ભાજપનું એવું જ કહેવું છે. જ્યાં સુધી મનોહર પર્રિકર જીવિત હતા. ત્યાં સુધી ઉત્પલે ક્યારેય રાજકારણમાં રસ દાખવ્યો ન હતો. જાે કે હવે તે પોતાના પિતાના રાજકીય વારસા પર પોતાનો દાવો સતત રજૂ કરી રહ્યો છે. થોડા સમય પહેલા તેમણે કહ્યું હતું કે, જાે તેમને પણજી સીટ નહીં મળે તો તેઓ કડક પગલું ભરી શકે છે. ભૂતપૂર્વ સીએમના પુત્રએ ધમકી આપી છે કે જાે ભાજપ તેમને ટિકિટ નહીં આપે તો તે અપક્ષ તરીકે ચૂંટણી લડશે, પરંતુ શાહે તેમને આવું કરવાની મનાઈ કરી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા ૮ જાન્યુઆરીએ જાહેર કરાયેલ ચૂંટણી કાર્યક્રમ અનુસાર, રાજ્યમાં ૧૪ ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે મત ગણતરી ૧૦ માર્ચે થશે. મતદાર યાદીમાં ૧૧,૫૬,૭૬૨ નોંધાયેલા મતદારો સાથે મતદાન મથકોની સંખ્યા વધીને ૧૭૨૨ થઈ ગઈ છે. કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં રાખીને ૧૫ જાન્યુઆરી સુધી તમામ રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને મતદાનનો સમય ૧ કલાક વધારવામાં આવ્યો છે.ગોવામાં ૧૪ ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલનો સમયગાળો શરૂ થયો છે. રાજ્યમાં ૧૪ ફેબ્રુઆરીએ વિધાનસભાની ૪૦ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જાેર લગાવી રહ્યા છે. દરમિયાન સીટોને લઈને અસંતોષનો અવાજ પણ ઝડપથી ઉઠવા લાગ્યો છે. હાલમાં પણજી સીટને લઈને ગોવામાં વિરોધ થઈ રહ્યો છે. ભાજપના દિવંગત નેતા અને પૂર્વ સીએમ મનોહર પર્રીકરના પુત્ર ઉત્પલ પર્રિકર પણજી બેઠક પર સતત પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. જાે કે હવે ભાજપે પણજીથી ગોવાની ચૂંટણી લડવાની તેમની માંગ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઉત્પલ પર્રિકરની માંગને નકારી કાઢતા, ભાજપના ગોવાના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે પુષ્ટિ કરી છે કે તેમની પાર્ટી કોઈ નેતાનો પુત્ર હોવાને કારણે ટિકિટ આપતી નથી. આ માટે યોગ્યતા એ પ્રથમ પ્રાથમિકતા છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘મને ખબર નથી કે બુધવારે તેમની અને અમિત શાહ વચ્ચેની બેઠકમાં શું ચર્ચા થઈ હતી. હું તેના વિશે માહિતી મેળવ્યા પછી જ મારો અભિપ્રાય વ્યક્ત કરીશ.’ ૨૦૧૯ માં તેમના પિતાના અકાળે અવસાન પછી, ઉત્પલ પર્રિકરે પણજીમાં આગામી પેટાચૂંટણી લડવાની તેમની ઇચ્છા જાહેર કરી. જાેકે ભાજપે સિદ્ધાર્થ કુંકલિંકરને ટિકિટ આપી હતી.

Utpal-Parikar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *