ઇસ્લામાબાદ
જ્યારે તમે કોઈને સાચા દિલથી પ્રેમ કરો છો, ત્યારે તેને મેળવવા માટે તમે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર થઇ જાવ છો. તમે તમારા પ્રેમને સાબિત કરવા માટે કંઈ પણ કરવા તૈયાર થઇ જશે. એટલું જ નહીં, કેટલાક લોકો સાત સમુદ્ર પાર બધું જ છોડીને પોતાના પાર્ટનરની સાથે આવીને રહેવા માટે તૈયાર હોય છે. તો કેટલાક એવા લોકો પણ હોય છે જેમને ઉંમરનો કોઈ અવરોધ પણ નડતો નથી અને માત્ર તેના પાર્ટનર સાથે રહેવા માટે કોઈ પણ સમસ્યામાંથી પસાર થવા તૈયાર થઇ જાય છે. આવું જ કંઈક પાકિસ્તાનમાં પણ જાેવા મળ્યું હતું, જ્યારે પોલેન્ડની એક મહિલા પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાન ગઈ હતી. આ લવ સ્ટોરી હાલ આખી દુનિયામાં વાયરલ થઇ ગઇ છે. આ ૮૩ વર્ષીય પોલેન્ડની મહિલાની કહાની છે, જે ૨૮ વર્ષના ઓટો મિકેનિક સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાન ગઈ હતી. રૂઢિચુસ્ત વિચારોને અવગણીને અને ઉંમરના અંતરને ભૂલીને પોલેન્ડની ૮૩ વર્ષીય મહિલાએ પાકિસ્તાનમાં ૨૮ વર્ષીય વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે પોતાનો દેશ છોડી દીધો હતો અને તેની સાથે લગ્ન કરવા રાજી થઈ ગઇ હતી. ગત વર્ષે ડેઈલી પાકિસ્તાને આ જાણકારી આપી હતી. બ્રોમા નામની પોલેન્ડની એક મહિલાને તેનો હમસફર ઓટો મેકેનિક હાફિઝ મુહમ્મદ નદીમ મળ્યો હતો. બંનેએ પાકિસ્તાનના હફીઝાબાદમાં લગ્ન કર્યા હતા. તેમની લવ સ્ટોરીની શરૂઆત મિત્રતાથી થઈ હતી. ડેલી પાકિસ્તાન સાથે વાત કરતાં નદીમે ખુલાસો કર્યો હતો કે, તેણે છ વર્ષ પહેલાં પહેલી વાર બ્રોમા સાથે વાત કરી હતી. વાતચીત મિત્રતામાં બદલાઈ ગઈ અને અંતે તે પ્રેમમાં ફેરવાઈ ગઈ. કેટલાક લોકો માટે આ વાત આશ્ચર્યજનક બની શકે છે, પરંતુ આ દંપતી લગ્ન પહેલા ક્યારેય મળ્યું ન હતું. નદીમે આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે લગ્ન પહેલા તેઓ ક્યારેય એકબીજાને રૂબરૂ મળ્યા ન હતા. આ દંપતીએ પરંપરાગત રીતે લગ્ન સંબંધમાં બંધાયા અને ઇસ્લામના તમામ નિયમોનું પાલન કર્યું હતું. બ્રોમાએ પરંપરાગત લાલ રંગના કપડા પહેર્યા હતા અને તેના હાથ પર મહેંદી પણ લગાવી હતી. રિપોર્ટ અનુસાર, તેણે હક મેહરની પણ ચૂકવણી કરી હતી, જે ઇસ્લામિક કાયદા અને લગ્ન દરમિયાન ચૂકવવામાં આવતા રિવાજાે હેઠળ ફરજિયાત ચુકવણી છે. નદીમની બ્રોમાને મળતા પહેલા અલગ અલગ પ્લાન હતા. તેના પરિવારના સભ્યોએ દાવો કર્યો હતો કે બ્રોમા આ લગ્ન કરતા પહેલા તેણે તેના પિતરાઇ ભાઈ સાથે લગ્ન કરવાના હતા. જાે કે હવે બંનેએ ખુશીથી લગ્ન કરી લીધા છે.
