ફરીદાબાદ
માતાએ તેના પુત્રને ૧૦માં માળની બાલ્કનીમાંથી લટકાવી દીધો હોય. ફરીદાબાદમાં એક માતાએ પોતાના પુત્રને ઊંચી બાલ્કનીમાંથી લટકાવી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટનાનો વીડિયો જે હવે વાયરલ થયો છે. તેમાં પુત્ર બેડશીટ સાથે લટકતો જાેવા મળે છે પરંતુ તેણીએ તે શા માટે કર્યું? માતાએ તેની નવમા માળે બંધ મકાનની બાલ્કનીમાં પડેલી સાડી લેવા આવું પોતાના બાળક સાથે કર્યું છે. વીડિયોમાં દીકરો બેડશીટ પર ચડતો દેખાઈ રહ્યો છે, જ્યારે તેની માતા અને પરિવારના અન્ય સભ્યો તેને ખેંચી રહ્યા છે. આ ઘટના ગયા અઠવાડિયે ફરીદાબાદના સેક્ટર ૮૨ની એક સોસાયટીમાં બની હતી. આ વીડિયો સામેની બિલ્ડીંગના રહેવાસીએ શૂટ કર્યો હતો. એક પાડોશીના જણાવ્યા મુજબ મહિલાએ તાળું મારેલા ઘરમાંથી તેની સાડી કેવી રીતે પાછી મેળવવી તે અંગે કોઈની મદદ કે સલાહ લીધી ન હતી અને એક પક્ષીય રીતે તેના પુત્રના જીવને જાેખમમાં મૂક્યું હતું. પાડોશીએ કહ્યું કે, આ ૬ કે ૭ ફેબ્રુઆરીના રોજ થયું હતું. મહિલાએ સાડી માટે તેના પુત્રના જીવને જાેખમમાં મૂક્યો હતો. તેમણે આટલું જાેખમી કામ કરવા માટે સોસાયટીના લોકોનો સંપર્ક કરવો જાેઈતો હતો. સોસાયટીએ તેને આ ઘટના અંગે નોટિસ પાઠવી છે.
