દોહા
ફિફા વર્લ્ડ કપના ત્રીજા દિવસે એક મોટો ફેરફાર જાેવા મળ્યો છે. આ મેચના ખિતાબની પ્રબળ દાવેદાર મનાતી આજેર્ન્ટિના ટીમને વર્લ્ડ રેન્કિંગમાં ૪૯માં નંબરની ટીમ સાઉદી અરેબિયાએ ૨-૧થી હરાવી છે. આ હાર સાથે આજેર્ન્ટિના માટે આગળનો રસ્તો ખુબ જ મુશ્કેલ બની શકે છે. આ સાથે હવે આજેર્ન્ટિના ૨૭મી નવેમ્બરે મેક્સિકો અને ૩૦ નવેમ્બરે પોલેન્ડ મેચ યોજાશે. આજની હારના પરિણામે આજેર્ન્ટિનાની ટીમ ગ્રુપ સીમાં છેલ્લા સાથે પહોચી ગઈ છે. ૧૦મી મિનિટે સુકાની કપ્તાન લિયોનલ મેસીના ગોલના કારણે પણ ટીમ મેચ જીતી શકી નથી. સાઉદી અરેબિયા તરફથી સાલેહ અલસેહરીએ ૪૮મી મિનિટે અને ૫૩મી મિનિટે સાલેમ અલ્દવસારીએ ગોલ કર્યો હતો. આજની હાલ સાથે આજેર્ન્ટિના ટીમનો સતત ૩૬ મેચોની જીતનો સિલસિલો તૂટી ગયો છે. આ દરમિયાન તેણે ૨૫ મેચોમાં જીત મેળવી છે, જ્યારે ૧૧ મેચ ડ્રો થઈ હતી. ૧૯૭૪ પછી પ્રથમ વખત આજેર્ન્ટિનાની ટીમને હારનો સામનો કર્યો પડ્યો છે. તે પહેલી વખત પોતાની પહેલી મેચમાં બે ગોલ કર્યા છે. તે વખતે આજેર્ન્ટિનાને પોલેન્ડ સામે ૨-૩થી હાર મળી હતી. આ સાથે સાઉદી અરેબિયાની વિશ્વ કપના ઈતિહાસમાં આ માત્ર ત્રીજી જીત છે. આજેર્ન્ટિનાએ હવે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જવા માટે તેની બાકીની બે મેચ જીતવી પડશે.
