National

બોમ્બે હાઇકોર્ટે રખડતા કુતરાઓને ખાવાનું ખવડાવવાના સંબંધમાં કેટલાય નિર્દેશ જાહેર કર્યા

નાગપુર
દેશમાં હાલમાં કુતરાઓ કરડવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠે શનિવારે રખડતા કુતરાઓને ખાવાનું ખવડાવવાના સંબંધમાં કેટલાય નિર્દેશ જાહેર કર્યા છે. સાથે જ નગર નિગમના અધિકારીઓ અને પોલીસને રખડતા કુતરા વિરુદ્ધ કાર્યવાહીમાં અડચણ રૂપ બનતા વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, જે લોકોને રખડતા પશુઓને ખવડાવવાનું સારુ લાગે છે, તેમણે સૌથી પહેલા ઔપચારિક રીતે તેને અપનાવવા જાેઈએ અને પોતાના ઘરે લઈ તેને ખાવાનું ખવડાવવું જાેઈએ. અહીં ઉલ્લેખનિય છે કે, હાલમાં દેશભરમાં રખડતા કુતરાની સમસ્યાને લઈને કેટલીય ફરિયાદો આવી ચુકી છે. તો વળી બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે નાગપુર નગર નિગમના કમિશ્નરને નિર્દેશ આપ્યા હતા કે, તેઓ એ નક્કી કરે કે કુતરાને ખવડાવવા માટેની જગ્યા અથવા ડોગ શેલ્ટર હોમ અથવા કોઈ અન્ય અધિકૃત સ્થાનને છોડીને કોઈ પણ સ્થાન પર રખડતા કુતરાઓને ખાવાનું ન ખવડાવે. આ નિર્દેશોનું ઉલ્લંઘન કરનારા લોકો પર કમિશ્નર દંડ લગાવી શકે છે, જે ૨૦૦ રૂપિયાથી વધારે ન હોવો જાેઈએ.

Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *