ઇન્દોર
ભારત જાેડો યાત્રા મધ્ય પ્રદેશ આવે તે પહેલા રાહુલ ગાંધીના નામથી ધમકી ભરેલો પત્ર મળવાથી હડકંપ મચી ગયો છે. પત્રમાં કોંગ્રેસ નેતાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઈન્દોર પોલીસ આ મામલે તપાસમાં લાગી છે. વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાનો એક પત્ર ઈન્દોરમાં મળ્યો છે. જાણવા મળ્યું છે કે, ધમકીભર્યો પત્ર શુક્રવારે સવારે એક મિઠાઈની દુકાન બહાર અજાણ્યો શખ્સ છોડીને ચાલ્યો ગયો હતો. પોલીસે આજૂબાજૂમાં લાગેલા સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરુ કરી દીધી છે. હકીકતમાં ચિઠ્ઠીમાં ભારત જાેડો યાત્રાના ઈન્દોર પહોંચવા પર રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, અજાણ્યા શખ્સ વિરુદ્ધ ધારા ૫૦૭ અનુસાર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આજે ભારત જાેડો યાત્રાનો ૭૨મો દિવસ છે. કોંગ્રેસની આ યાત્ર ગત ૭ નવેમ્બરે મહારાષ્ટ્રમાં પ્રેવશ કર્યો હતો. અત્યાર સુધી મહારાષ્ટ્રના નાંદેડ, હિંગોલી, વાશિમ અને અકોલા જિલ્લાની પદયાત્રા થઈ ચુકી છે. પોતાના મહારાષ્ટ્રના પ્રથમ તબક્કામાં ૧૨માં દિવસે શુક્રવારે આ યાત્રા બાલાપુરથઈ શેગાંવ તરફ આગળ વધી હતી.