National

યુએઈની ટી૨૦ વર્લ્ડ કપમાં નામિબિયા સામે ઐતિહાસિક જીત

જીલોંગ
યુએઈએ ટી૨૦ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ગુરુવારે નામિબિયાને સાત રને હરાવીને જીત નોંધાવીને ઈતિહાસ રચ્યો હતો. ગ્રુપ એ મેચમાં યુએઈ તરફથી મોહમ્મદ વસીમે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. યુએઈએ નિર્ધારિત ઓવરમાં ત્રણ વિકેટે ૧૪૮ રન કર્યા હતા. જવાબમાં નામિબિયાની ટીમ આઠ વિકેટ ગુમાવીને ૧૪૧ રન કરી શકી હતી. મોહમ્મદ વસીમે ૪૧ બોલમાં અડધી સદી ફટકારવા ઉપરાંત ૧૬ રન આપીને એક વિકેટ ઝડપી હતી અને પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. હમીદ અને ઝહૂરે બે-બે વિકેટ લીધી હતી. નામિબિયાની કંગાળ બેટિંગ રહી હતી અને ૧૦ ઓવરમાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચૂકી હતી. ડેવિડ વીઝે ૩૬ બોલમાં સર્વોચ્ચ ૫૫ રન કર્યા હતા પરંતુ અન્ય બેટ્‌સમેનનો સાથ નહીં મળતા તેની અડધી સદી એળે ગઈ હતી.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *