National

રાયપુરના ગાર્ડે સાળાની પત્ની સાથે અવૈધ સંબંધને લઈ બ્લેકમેઈલિંગના લીધે આત્મહત્યા કરી

રાયપુર
રાયપુર માં પણ આવો જ ભયાનક કિસ્સો સામે આવ્યો છે. સાળાની પત્ની સાથેના અનૈતિક સંબંધોમાં વીઆઈપી ફરજ પરના ગાર્ડે જીવ ગુમાવ્યો છે. તેણે સાળાની પત્ની સાથેના અવૈધ સંબંધ બાબતે બ્લેકમેઈલિંગથી પરેશાન થઈને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ પોલીસે મૃતકના સાળાની પત્ની અને સસરાની ગ્વાલિયરના મુરારથી ધરપકડ કરી છે. આરોપી ઉમાશંકરે પત્ની અને પિતા સાથે મળીને ગાર્ડ પાસે ૩૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. ગાર્ડે ૩૦ લાખ રૂપિયા ન આપ્યા તો ૧૯ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ મહિલા અને તેના પતિ દ્વારા ગ્વાલિયરના મુરાર પોલીસ સ્ટેશનમાં ગાર્ડ વિરુદ્ધ છેડતીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સસરા અને વહુની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ આરોપી ઉમાશંકર ફરાર છે. ૧૯ ઓગસ્ટના રોજ રાયપુરના વીઆઈપી સુરક્ષા વાહિનીમાં તૈનાત ૨૭૨ નંબરના ગાર્ડ વિશ્વંબર દયાલ રાઠોડે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક સિંચાઈ કોલોની શાંતિનગર રાયપુરના સરકારી મકાન નંબર એચ/૯૧માં રહેતો હતો. આપઘાતની આ ઘટના બાદ સિવિલ લાઈન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટના સ્થળેથી પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી હતી અને તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં મહેશ રાઠોડ, શારદા રાઠોડ અને રામશંકર રાઠોડે મૃતકને ત્રાસ આપ્યો હોવાનું ખુલ્યું હતું. આ આરોપીઓ વિશ્વંબર પાસે ૩૦ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ કલમ ૩૦૬, ૩૮૪, ૩૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયાની જાણ થતાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આ કેસના આરોપીઓ ગ્વાલિયરમાં રહેતા હોવાની પોલીસને માહિતી મળી હતી. જેથી આરોપી શારદા રાઠોડ અને મહેશ રાઠોડની સિવિલ લાઈન પોલીસની ટીમે ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. જ્યાં જેમની પૂછપરછ કરતાં તેમણે કબૂલાત આપી હતી. આ કેસમાં ગત ૧૩ જુલાઈએ આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી. આ કેસના અન્ય એક આરોપી રામશંકર રાઠોડ ફરાર છે અને પોલીસ તેની ભાળ મેળવી રહી છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *