National

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ભવન બાદ હવે પીએમ હાઉસ પર હંગામો મચાવ્યો

શ્રીલંકા
શ્રીલંકામાં આર્થિક-રાજકીય સંકટ ઘેરાતું જઈ રહ્યું છે. આ વચ્ચે ગોટાબાયા રાજપક્ષે દેશ છોડી માલદીવ ભાગી ગયા છે. જેના કારણે જનતા ભડકી ઉઠી છે. ગોટાબાયાએ હજુ સુધી રાજીનામું પણ આપ્યું નથી. જેનાથી નારાજ જનતાએ આજે સંસદ ભવન અને પીએમ હાઉસને ઘેરી લીધું છે. હાલ શ્રીલંકામાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે. બીજી તરફ ગોટાબાયા રાજપક્ષે હાલ માલદીવમાં છે. અહીંથી તેઓ દુબઈ જવાના છે. આર્થિક સંકટ વચ્ચે રોષે ભરાયેલી જનતાએ અગાઉ રાષ્ટ્રપતિ ભવન પર કબજાે કર્યો હતો અને પીએમના ખાનગી આવાસને આગ લગાવી દીધી હતી.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *