પટણા
ગુજરાતના મોરબીમાં બ્રિટીશકાળનો બ્રિજ તુટી પડવાથી અત્યાર સુધી ૧૪૨થી વધુ લોકોના મોત નિપજયાં છે.આ ઘટનાથી દેશભરમાં લોકોમાં દુખ અને આક્રોશ જાેવા મળી રહ્યો છે.રાજદ નેતા શિવાનંદ તિવારીએ ફેસબુક પોસ્ટ લખી ભાજપ પર પ્રહારો કર્યા છે.તેમણે લખ્યું છે કે જાે સરદાર પટેલ આજે જીવિત હોત તો ગુજરાતના મુખ્યમંત્રીના કામ પકડી અત્યાર સુધી તેમને તેમની ગાદી પરથી ઉતારી દીધા હોત.મૃતકોના પરિવાર પ્રત્યે હું હાર્દિક સંવેદના વ્યકત કરૂ છું,ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગ કરૂ છું કે આ દુખદ ઘટના માટે તે પોતાના કાન પકડીને જનતાની માફી માંગે. રાજદ નેતાએ લખ્યું છે કે આ એક માનવીય ત્રાસદી છે આ વાતથી હું સહમત છું તેને રાજકીય એજન્ડા બનાવવો જાેઇએ નહીં પરંતુ આવી ઘટનાઓ પર રાજનીતિ કરવાથી ભાજપ કયારેય દુર રહ્યું નથી ૨૦૧૬માં બંગાળ ચુંટણી અભિયાનના સમયે કોલતામાં પોસ્તા ફલાઇઓવરનો એક ભાગ તુટી પડયો હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ નિર્મમતાની સાથે તે દુખદ ઘટનાને લઇ પ્રચાર કર્યો હતો જાે કે ગુજરાતમાં હવે પુલ તુટી પડયો છે અને ૧૪૨ લોકોના મોત નિપજયાં છે ત્યારે વડાપ્રધાન,ભાજપ અને ભાજપની સરકાર આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવવાથી ભાગી રહી છે.


