સોમાલિયા
સોમાલિયા શહેર કિસ્મયુમાં કાર બોમ્બ ધડાકા અને ગોળીબારમાં નવ લોકો માર્યા ગયાના થોડા દિવસો પછી, સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બે કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૦૦ લોકોના મોત થયા છે. સોમાલિયાના રાષ્ટ્રપતિ હસન શેખે સ્થાનિક સોમાલી કેબલ ટીવી સાથે વાતચીત કરતા વિસ્ફોટમાં અત્યાર સુધી મરનાર લોકોની સંખ્યા લગભગ ૧૦૦ છે અને ૩૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તમાં ઘણા લોકો ગંભીર છે. વાસ્તવમાં સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં ૨૯ ઑક્ટોબર શનિવારના રોજ બે કાર બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં ૧૦૦ લોકોના મોતના અહેવાલ છે. અત્યાર સુધી આ હુમલાની કોઈ આતંકવાદી સંગઠને જવાબદારી લીધી નથી. રાષ્ટ્રપતિ હસન શેખ મહમૂદે આ હુમલાને કાવતરાપૂર્ણ ગણાવ્યો છે અને તેના માટે આતંકવાદી સંગઠન અલ-શબાબને જવાબદાર ઠેરવ્યું હતું. મેદીના હોસ્પિટલમાં કામ કરતા વોલિન્ટિયર હસન ઉસ્માને જણાવ્યું હતું કે ૩૦ લોકોના મૃતદેહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જેમાં મોટા ભાગના મૃતદેહ મહિલાઓના હતા. ૩૫ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પહેલા આ જ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં ૫૦૦ થી વધુ લોકોના મોત થયા હતા. હોસ્પિટલના કર્મચારીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ ઘટના બાદ હોસ્પિટલમાં ૩૦ લોકોના મૃતદેહ લાવવામાં આવ્યા હતા, જેમાંથી મહિલાઓની સંખ્યા વધુ હતી. હવે આ આંકડો ૧૦૦ પર પહોંચી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ૫ વર્ષ પહેલા આ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં ૫૦૦થી વધુ લોકોના મોત થયા હતા.
