National

સ્લીપમાં રાશીની જગ્યાએ તુલા, વાઈરલ સ્લીપની કેપ્શન “કેટલા તેજસ્વી લોકો છે”

મુરાદાબાદ
સોશિયલ મીડિયા પર ઈંડિયન બેંકની ડિપોઝિટ સ્લિપની એક તસ્વીર ખૂબ વાયરલ થઈ રહી છે. હકીકતમાં બેન્કની આ જમા સ્લિપમાં ખાતાધારકે કૈશ ડિપોઝિટ કરાવવા માટે પોતાની દરેક વિગત લખી છે. પણ તેને રાશીવાળી કોલમમાં અમાઉન્ટની જગ્યાએ જે લખ્યું છે, તે વાંચીને લોકો હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે. આ તસ્વીર ફરી એક વાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. જેને ૧૬ એપ્રિલના રોજ ટિ્‌વટર યુઝર્સ જ્રદ્ગટ્ઠંર્ૈહહ્લૈજિં૭૮ એ શેર કર્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું હતું- કેટલા તેજસ્વી લોકો છે. ઘણા લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમુક લોકોએ લખ્યું છે કે, ક્યાંથી આવે છે આ લોકો ? લાગે છે કે, તુલા રાશિવાળા આ પ્રકારના કારનામા કરે છે ? જાે કે, આપે ક્યારેય આવી ભૂલ કરી છે કે નહીં. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજાે. આ ડિપોઝિટ સ્લિપના ઉપરના ભાગમાં લખેલી વિગતો અનુસાર જાેઈએ તો, આ કિસ્સો ઈંડિયન બેન્કની મુરાદાબાદ શાખાનો છે. હકીકતમાં કોઈ ખાતાધારક બેન્કમાં પૈસા જમા કરાવવા ગયા હતા. પણ તેણે ડિપોઝિટ સ્લિપની બધી વિગતો સાચી લખ્યા બાદ અમાઉન્ટવાલી કોલમમાં તુલા રાશિ લખી દીધું હતું. કારણ કે અમાઉન્ટને હિન્દીમાં રાશિ કહેવાય છે. હવે આ ભાઈને કદાચ લાગ્યું હશે કે, બેન્કવાળા તેની રાશિ પુછી રહ્યા છે. જે હોય તે, પૈસા જમા કરનારે તો ભૂલ કરી, પણ તેનાથી વધારે મહત્વની વાત તો એ છે કે, બેન્કવાળાઓએ ખાતાધારકના પૈસા પણ જમા કરી લીધા.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *