હિંમતનગર
હિંમતનગર શહેરમાં પ્રવેશ બાદ બે કિ.મી.અંદર આવતા છાપરિયા વિસ્તાર આવે છે. હિન્દૂ મુસ્લિમ બન્નેની વસ્તી ધરાવતો વિસ્તાર સામાન્ય દિવસોમાં નોન વેજ ખાનાર લોકોની અહીંયા સતત અવર જવર રહેતી હોય છે. અહીંયા સન્નાટો છે ભારે અજપા ભરી સ્થિતિ છે. અહીંયા આ પહેલા નીકળેલી રેલીમાં મુસ્લિમ દવર સરબત અને અન્ય વ્યવસ્થા કરવામાં આવતી હતી. આ વખતે સ્થિતિ અલગ હોવાનું સુત્રોએ જણાવ્યા હતું. રામનવમી હોવાથી સવારે એએચપી દ્વારા રેલી કાઢવામાં આવી હતી, પણ તે સમયે કોઈ છમકલું થયું અને જે દર વર્ષે એક બીજાને મદદ કરતા એ આ વખતે સામ સામે આવી ગયા હતા, ત્યાર બાદ બપોરે બીજી એક રેલી નિકળી. આ વખતે તેઓએ સામ સામે પથ્થરમારો કર્યો. રેલી પર પથ્થરમારો થતા બે ભાગમાં રેલી વહેંચાઈ ગઈ અને પાછળ રહી ગયેલા લોકો સાથે ઘર્ષણ થયું હતું.આ બનાવ બનતા સ્થાનિક પોલીસ અને આસપાસના વિસ્તારોમાં જિલ્લામાંથી પોલીસ બોલાવી પડી હતી. જેમને પર પણ પથ્થર અને તિર વડે હુમલો થયો હતો. જે હુમલામાં કેટલાક પોલીસ પણ ઘાયલ થઈ ગયા હતા.હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનો બનાવ બન્યો હતો. જ્યાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જાેકે હિન્દૂ અને મુસ્લિમ વિસ્તારમાં હાલમાં સન્નાટો છે. જ્યાં જુઓ ત્યાં પોલીસ જ પોલીસ છે. આરએએફની ટુકડીઓ રસ્તા પર ખડકી દેવામાં આવી છે. થોડી થોડી વારમાં અફવા જાેર પકડે છે અને પોલીસની ગાડીઓ ફૂલ સ્પીડે અલગ અલગ વિસ્તારમાં જાય છે.


