National

૯૨ વર્ષની ઉંમરે પાક પહોંચ્યા ભારતીય મહિલા

ઇસ્લામાબાદ
ભારતમાં રહેલા ૯૨ વર્ષીય રીના છિબ્બર ૭૫ વર્ષ બાદ પાકિસ્તાનમાં પોતાના પૈતૃક ઘર પહોંચ્યા. પાકિસ્તાન એમ્બેસીએ રીના છિબ્બરને ત્રણ મહિનાના વીઝા આપ્યા, ત્યારબાદ તેઓ શનિવારે પાકિસ્તાન પહોંચ્યા હતા. ૭૫ વર્ષ પહેલા વિભાજનના સમયે રીના અને તેમનો પરિવાર બધુ છોડી એક નવી જિંદગીની શરૂઆત કરવા માટે ભારત આવ્યો હતો. ૭૫ વર્ષ બાદ રીના છિબ્બર જ્યારે પોતાના પૈતૃક ઘર ‘પ્રેમ નિવાસ’માં પહોંચ્યા તો ઢોલ વગાડી અને ફૂલોનો વરસાદ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનના લોકોએ મોટા સન્માન સાથે તેમનું સ્વાગત કર્યું. ૧૫ જુલાઈએ રીનાએ અટારી-વાઘા બોર્ડર પાર કરી હતી. તેમણે બંને સરકારને આગ્રહ કર્યો છે કે વીઝા સાથે જાેડાયેલા નિયમ સરળ બનાવવામાં આવે, જેથી તેમના જેવા લોકો જઈ શકે. રીના તે સમયે ૧૫ વર્ષની હતી, જ્યારે તેણે પોતાનું ઘર છોડવું પડ્યું હતું. માર્ચ ૧૮૪૭માં તેમના માતા-પિતાએ તેને સોલનમાં મોકલી દીધી હતી. વિભાજન બાદ તેના માતા-પિતા ભારત આવી ગયા હતા. રીનાએ ઘણીવાર પાકિસ્તાન જવાનો પ્રયાસ કર્યો હતો. ભારત આવ્યાના લગભગ બે દાયકા બાદ રીનાને ૧૯૬૫માં પાકિસ્તાન જવાની તક મળી પરંતુ તેઓ અંગત કારણોને લીધે જઈ શક્યા નહીં. ૨૦૨૨ની શરૂઆતમાં તેમણે ફેસબુક પર ઈન્ડિયા-પાકિસ્તાન હેરિટેજ ક્લબ જાેઈન કરી, જેમાં એવા લોકો જાેડાયેલા છે જે પોતાનું પૈતૃક ઘર શોધવા ઈચ્છે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ગ્રુપ પર જ સજ્જાદ હુસૈન નામના એક વ્યક્તિએ તેમને ઘર શોધવામાં મદદ કરી. રીના પ્રમાણે તેમણે સજ્જાદને તેમના ઘરનું લોકેશન જણાવ્યું, કારણ કે તે ઘણા લેન્ડમાર્ક બિલ્ડિંગથી ઘેરાયેલું હતું, તેથી તેને સોધવુ સરળ હતું. સજ્જાદે રીનાનું ઘર શોધ્યું અને તેની તસવીરો શેર કરી. ત્યારબાદ તેણે માર્ચ ૨૦૨૨માં વીઝા માટે અરજી કરી પરંતુ તેને મળ્યા નહીં. આ વર્ષે મે મહિનામાં પાકિસ્તાન એમ્બેસીએ તેને ત્રણ મહિનાના વીઝા આપ્યા હતા.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *