Assam

આસામના DGPએ ૈંઁજીને સલામ કરી!.. આ વીડિયો શેર કરી તેમણે કહ્યું,”મારી પાસે શબ્દો નથી”

આસામ
પોતાના બાળકો તેમની કારકિર્દીમાં ઉંચાઈએ પહોંચે તેવું દરેક માતા-પિતાનું સપનું હોય છે. દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક જીવનમાં તે સ્થાન પ્રાપ્ત કરે જે તેઓ કરી શક્યા નથી. પોતાના બાળકોને સફળ થતા જાેઈને માતા-પિતાની છાતી ગર્વથી ભરાઈ જાય છે. આસામના ડીજીપીએ તેમનું આવુ સપનું સાકાર થતા તે ક્ષણને ખુબ જ સુંદર રીતે વ્યક્ત કરી હતી. આસામના પોલીસ મહાનિર્દેશક જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર ખૂબ જ સુંદર અને યાદગાર પળ વિશે ટિ્‌વટ કર્યું છે. જેમાં તેમની પુત્રી આઈપીએસ ઐશ્વર્યા સિંહ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીમાંથી પાસ આઉટ થઈ રહી છે અને બંને એકબીજાને સલામ કરી રહ્યાં છે. ડીજીપી સિંહે આ ક્ષણ વિશે લખ્યું છે, મારી પાસે શબ્દો નથી. સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીમાંથી પાસ આઉટ થવા પર દીકરી તરફથી સલામી મેળવી. ભારતીય પોલીસ સેવા (ૈંઁજી) અધિકારી જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ થી આસામના પોલીસ મહાનિર્દેશક તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. અગાઉ સિંહને આસામના વિશેષ ડીજીપી (કાયદો અને વ્યવસ્થા) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આસામના ડીજીપી બનાવવાની જાહેરાત બાદ સિંહે ટ્‌વીટ કર્યું હતું કે, “મા કામાખ્યાના આશીર્વાદથી હું આસામના લોકોની સેવા કરવાની તકની રાહ જાેઈ રહ્યો છું. ગૌરવશાળી આસામ પોલીસનું નેતૃત્વ કરવા માટે મારામાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આસામના માનનીય મુખ્યમંત્રીનો આભાર.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *