Bihar

પિતાની લાશના અંતિમ સંસ્કારના ખર્ચથી ડરીને દીકરો અને વહુ ઘર છોડી ફરાર થયાં

છપરા
બિહારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પિતાની લાશ દરવાજા પર પડી છે, તેમના અંતિમ સંસ્કારથી લઈને શ્રાદ્ધ કર્મના થતાં ખર્ચથી ડરીને કળયુગી દીકરો અને દીકરાની વહુ ઘરને તાળા મારીને ફરાર થઈ ગયા છે. આ માનવીય સંબંધોને લજવતો કિસ્સો છે. ઘણી વાર સુધી લાશ ઘરના દરવાજા પર પડી રહી અને જ્યારે ગામલોકોને આ વાતની ખબર પડી તો, પોલીસને સૂચના આપી. ગામલોકોએ લાશના અંતિમ સંસ્કાર કર્યા. આ ઘટના છપરા જિલ્લાના મુફ્ફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બસાઢી ગામની છે. આપને જણાવી દઈએ કે, મુફસ્સિલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા બસાઢી ગામના રહેવાસી રાજ કુમાર સિંહ ઘણા લાંબા સમયથી પટનાના દીધામાં નીરજ કુમાર સિંહને ત્યાં કામ કરતા હતા. તેમનું ઘર બસાઢીમાં આવવાનું ખૂબ ઓછું હતું. દીકરો અને વહુ જ્યારે પણ પટના જતાં, તેમની સાથે મુલાકાત કરતા હતા અને તેમની બધી જ કમાણી લઈને જતા રહેતા હતા. આ દરમ્યાન રાજકુમાર સિંહની તબિયત ખરાબ થઈ ગઈ, પણ સારવાર માટે દીકરો અને વહુ સાથે ન ગયા અને તડપી તડપીને રાજકુમાર સિંહે દમ તોડી દીધો. મોત બાદ આશ્વર્ય તો ત્યારે થયું જ્યારે તેમનો પાર્થિવ દેહ ગામડે લાવવામાં આવ્યો, જ્યારે લાશને એમ્બ્યુલન્સથી ઘરે લાવ્યા તો, લાશ જાેઈને દીકરો અને વહુ ઘરને તાળા મારીને ફરાર થઈ ગયા. ગામલોકોએ આ જાેઈને ખૂબ જ નવાઈ લાગી અને આઘાત પણ લાગ્યો. ગામલોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ત્યાં આખી કહાની જણાવી અને એક લેખિત આપી કહ્યું કે, રાજકુમાર સિંહના ઘરે તેમને મુખાગ્નિ આપનારુ કોઈ નથી, તો લાશને ગંગામાં પ્રવાહિત કરી દીધી. સમગ્ર ગામમાં આ ઘટના ચર્ચાનો વિષય છે અને લોકોને કહેવું છે કે, ભગવાન આવા દીકરા અને વહુ કોઈ દુશ્મનને પણ ન આપે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *