કૈમૂર
બિહારના કૈમૂર જિલ્લાના ભભુઆ પોલીસ ચોકી વિસ્તારની મહિલા કોન્સ્ટેબલ પર એક વદ્ધ સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો છે. આપને જણાવી દઈએ કે, આ વૃદ્ધ વ્યક્તિ સાથે ઢોરમાર મારવામાં આવ્યો હતો. વીડિયોમાં પણ જાેઈ શકશો કે બે મહિલા કોન્સ્ટેબલ એક વૃદ્ધ શિક્ષકને ડંડા વડે મારી રહી છે, જ્યારે વૃદ્ધ વ્યક્તિ તેણે કંઈ કર્યું નહીં હોવાની વાત કહી રહ્યો છે. આપણે ત્યાં તો કહેવાય છે કે, મા બાપ અને ગુરુ આ ત્રણેયને ભગવાનથી પણ ઊંચો દરજ્જાે આપવામાં આવ્યો છે. માર મારતી મહિલા પોલીસે પણ ભણતી વખતે આ વાત જાણી હસે. પણ આજે આ મહિલા પોલીસ એક વૃદ્ધ શિક્ષકને ઢોર માર મારી રહી છે. જ્યારે વૃદ્ધ માર ખાતા ખાતા સફાઈ આપી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, જે વૃદ્ધની મહિલા પોલીસ દ્વારા પીટાઈ કરવામાં આવી રહી છે, તે વૃદ્ધ નવલ કિશોર પાંડે દરરોજની માફક સ્કૂલે ભણાવવા માટે પોતાની સાયકલ લઈને જઈ રહ્યા હતા. તે જ સમયે ભભુઆ શહેરના એકતા ચોક પાસે તેમની સાયકલ પડી ગઈ. જ્યાં ભભુઆ પોલીસ ચોકી તરફથી ટ્રાફિક માટે ૨ મહિલા કોન્સ્ટેબલના ત્યાં તૈનાત કરી હતી. આ મહિલા પોલીસ આવી અને કહ્યું કે, આપ આપની સાયકલ હટાવી લો. પણ વૃદ્ધ વ્યક્તિ હોવાથી સાયકલ હટાવામાં થોડુ મોડુ થયું. મોડુ થતાં ગુસ્સે થયેલી મહિલા પોલીસે કંઈ પણ કહ્યા વગર તુરંત વૃદ્ધ દાદા પર ધોકા લઈને તૂટી પડી હતી. વૃદ્ધની ઉંમર લગભગ ૭૦ વર્ષથી વધારે હોવાનું કહેવાય છે અને તે કૈમૂર જિલ્લાના સોનહન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા બરૌલી ગામના છે. દરરોજની માફક તેઓ સોનહનથી ભભુઆ સાયકલ લઈને બાળકોને ભણાવવા આવતા હતા. કૈમૂર એસપીએ જણાવ્યું છે કે, મેં એસડીપીઓ સુનીલ કુમારને તપાસના આદેશ આપી દીધા છે અને ૨૪ કલાકની અંદર રિપોર્ટ તૈયાર કરવાનું કહ્યું છે.


