Bihar

બિહારના લખીસરાયમાં કુશ્તી લડતાં એક કુસ્તીબાજનું મોત,ગરદન તૂટી જવાથી મૃત્યું થયું

લખીસરાય
બિહારના લખીસરાયમાં કુશ્તી લડતાં એક કુસ્તીબાજનું મોત થઈ ગયું છે. અન્ય એક રેસલરે તેને પટક્યો હતો. જ્યાં તેની ગરદન તૂટી જતાં તેનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. આ ઘટનાના કારણે ત્યાં ભાગાદોડી મચી જવા પામી હતી. મૃતક કુસ્તીબાજની ઉંમર ૨૮ વર્ષ હતી.આનો વીડિયો પણ સામે આવ્યો હતો. પોલીસને આ વિશે માહિતી આપવામાં આવી છે. કુસ્તીબાજના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેની હત્યા કરી દેવાઈ છે. કુસ્તીનું આયોજન લખીસરાયના મેદની ચોકીના હુસૈના ગામમાં ગુરુવારે કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ઘણાં પહેલવાનો આવ્યા હતા. કુસ્તી વખતે બે કુસ્તીબાજાે લડતા હતા. ત્યારે થોડીવાર પછી એક કુસ્તીબાજ બીજા કુસ્તીબાજને કમરેથી પકડીને પછાડે છે. આ દરમિયાન નીચે પડવાથી તે કુસ્તીબાજની ગરદન તૂટી જાય છે. અને તેનું સ્થળ પર જ મોત થઈ જાય છે. આ મેચ ગુરુવારે સાંજે ત્રિપુરારી યાદવ (૨૮) અને ગેણૂ પહેલવાન (૩૫)ની વચ્ચે થઈ હતી. જ્યાં બન્ને વચ્ચે ઘણા વખતે સુધી કુસ્તી ચાલી હતી. અખાડામાં દાવ લગાડતાં-લગાડતાં ત્રિપુરારી પહેલવાનની ગરદન તૂટી ગઈ હતી. જેમાં તેનું સ્થળ પર જ મૃત્યું થઈ ગયું હતું. તે બિહારના મોકામાનો રહેવાસી હતી. અહીં ઘણાં વર્ષોથી કુસ્તીની પ્રતિયોગિતાનું આયોજન થાય છે. કુસ્તીબાજના મોત પછી લોકોએ આ વિશે પોલીસને જાણકારી આપી હતી. આ પછી કુસ્તીબાજના પરિવારને જાણ કરવામાં આવી હતી. પછીથી પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે લખીસરાય સદર હોસ્પિટલમાં મોકલી દેવાયો હતો.મૃતક કુસ્તીબાજના ભાઈ રામ કુમારનો આરોપ છે કે તેની હત્યા કરવામાં આવી છે. પરિવારે પોલીસને આ અંગે તપાસની માગણી કરી છે. તેઓનું કહેવું છે કે કોઈ દુશ્મની અથવા તો વિવાદના કારણે તેના ભાઈને મારી નાખવામાં આવ્યો છે. જાેકે આ વીડિયોમાં એવું કંઈ જ સ્પષ્ટ ખબર પડતી નથી. પોલીસ સ્ટેશનના અધ્યક્ષ અખ્તર રબ્બાનીએ જણાવ્યું હતું કે ‘કુસ્તીબાજનું મોત થઈ ગયું છે. વીડિયોમાં તો આ અકસ્માત લાગી રહ્યો છે. પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો છે. મૃતદેહ પરિવારને સોંપી દેવાયો છે. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે.’

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *