છપરા
બિહારના છપરામાં રહેતા સુધીર મિશ્રા સ્ટાર્ટ અપના નામ પર બેરોજગાર યુવકોને ૧૫ મીનિટની અંદર એટીએમ તોડવાની ટ્રેનિંગ આપે છે. યૂપી પોલીસને તેની ખબર પડી, જ્યારે તેમણે લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ ચોકી વિસ્તારમાં એક એટીએમમાંથી ૩૯.૫૮ લાખની ચોરી કરવાના આરોપમાં ચાર યુવકોની ધરપકડ કરી. પોલીસ તેમની પાસેથી ૯.૧૩ લાખ રૂપિયા જપ્ત કર્યા છે. પોલીસે હવે ગેંગના મુખ્ય સૂત્રધાર સુધીર મિશ્રાની ધરપકડમાં લાગી ગઈ છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, એટીએમ ચોરીના આરોપીઓથી જાણવા મળે છે કે, યૂપી પોલીસે એક હજાર સીસીટીવી ફુટેજ, મોબાઈલ ડેટા અને લખનઉની આજૂબાજૂના ૨૦થી વધારે ટોળાની તપાસ કરી છે. અધિકારીએ કહ્યું કે, તપાસ દરમ્યાન એટીએમ પાસેના ઘરમાં એક સીસીટીવી ફુટેજ મળ્યા. વાદળી રંગની કારથી જાણ થઈ, જેનાથી ગુંડા તત્વો શહેરમાં ઘુસતા હતા અને ભાગી ગયા હતા. ત્યાર બાદ ટીમ બહારના સીતામઢીમાં તેના માલિક પાસે પહોંચી. આ દરમ્યાન યૂપી પોલીસની એક ટીમ અને ટીમે ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર રોડ પર તે કારને રોકી અને ચારેયની ધરપકડ કરી લીધી. ગોલ્ફ સિટીના એસએચઓ શૈલેન્દ્ર ગિરીએ કહ્યું કે, ધરપકડ કરેલા લોકોમાં એક નીરજ ગેંગનો સ્થાયી સભ્ય હતો અને તેના વિરુદ્ધ પાંચ કેસ ચાલી રહ્યા છે. ગિરીએ કહ્યું કે, નીરજે ખુલાસો કર્યો કે, તેણે મિશ્રા પાસેથી એટીએમ તોડવાની ટ્રેનિંગ લીધી હતી. સૂત્રોએ કહ્યું કે, બેરોજગાર યુવકોને ઉત્તર પ્રદેશથી છપરા લાવવામાં આવતા હતા અને ત્રણ મહિના એટીએમ ક્રૈશ કોર્સ અંતર્ગત નવી ટેકનિકથી એટીએમ તોડવાનું શિખવાડતા હતા. તેમાં બતાવવામાં આવતું હતું કે, કેવી રીતે ઓળખાણ છુપાવવા માટે એટીએમ બૂથમાં લાગેલા કેમેરા પર મિસ્ટી લિક્વિડ સ્પ્રે કરવો અને ૧૫ મીનિટની અંદર એટીએમ કૈશ બોક્સને કાપીને બચી નીકળવું. ટ્રેનિંગ બાદ ૧૫ દિવસ લાઈવ ડેમોસ્ટ્રેશન પણ આપતા હતા. અધિકારીએ કહ્યું કે, ૧૫ મીનિટ અથવા તેનાથી ઓછા સમયમાં કામ પુરુ કરનારા સભ્યોને ફીલ્ડમાં મોકલાવામાં આવતા હતા. પોલીસે કહ્યું કે, દેશભરમાં છેલ્લા એક વર્ષમાં ગેંગ દ્વારા આવા ૩૦થી વધારે કિસ્સા સામે આવ્યા છે.
