Bihar

ભાજપની વિરૂધ્ધ ગઠબંધનમાં ચુંટણી લડવા તૈયાર ઃ તેજસ્વી યાદવ

રાંચી
રાજદના નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે અમે રાંચીમાં એક થઇ ચુંટણી લડીશું અને ભાજપને હરાવવાનું કામ કરીશું. તેજસ્વી યાદવે કહ્યું કે તમામ પાર્ટીઓ ઇચ્છે છે કે વધુમાં વધુ બેઠકો પર ચુંટણી લડવામાં આવી પરંતુ જે વિસ્તારમાં જે પાર્ટી મજબુત થશે તે પાર્ટીને તે વિસ્તારમાં તક મળવી જાેઇએ. તેજસ્વી યાદવ બિહારના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર ઝારખંડના પાટનગર રાંચી પહોંચ્યા હતાં આ દરમિયાન બિરસા મુંડા વિમાની મથકે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન તેજસ્વી યાદવે કાર્યકર્તાઓનું પણ અભિવાદન કર્યું હતું તેજસ્વી યાદવે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે લોકસભા ચુંટણી ૨૦૧૪ પહેલા તે તમામ વિરોધ પક્ષોને એક કરસે અને એક સાથે મળી ચુંટણી લડવામાં આવશે. તેમણે કહ્યું કે અમે રાંચીમાં એક થઇ ચુંટણી લડીશું અને ભાજપને હરાવવાનું કામ કરીશું યાદવે કહ્યું કે તમામ પાર્ટી ઇચ્છે છે કે વધુમાં વધુ બેઠકો પર ચુંટણી લડે પરંતુ જે વિસ્તારમાં જે પાર્ટી મજબુત હશે તે પાર્ટીને તે વિસ્તારમાં તક મળવી જાેઇએ આમ કરી અમે અમારી શક્તિને વધારી શકી છું.તેજસ્વી યાદવે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરનને મુલાકાત પણ કરી હતી. તેજસ્વી યાદવે કહ્યું હતું કે વર્ષ ૨૦૨૪ની લોકસભા ચુંટણીને અમે સાથે મળી લડીશું મેંં ઝારખંડમાં અમારી પાર્ટીના કામકાજને જાેવાની યોજના બનાવી હતી પરંતુ લાલુજીના આરોગ્યના કારણે અમે આમ કરી શકયા નહીં તેમણે કહ્યું કે આજે લાલુજી ધરે આવ્યા છે તેમનું ઓપરેશન સફળ રહ્યું છે. તેમણે કહ્યું કે અમે બિહારમાં અમારી મહાગઠબંધનની સરકાર બનાવી રાજયમાંથી ભાજપને સત્તામાં હટાવી દીધી છે. અમે ભાજપને હટાવવા માટે ઝારખંડમાં ગઠબંધન પર કામ કરી રહ્યાં છીએ જેથી અમારી શક્તિઓ વધી શકે.મુખ્યમંત્રી નીતીશકુમારની પણ એજ ઇચ્છા છે કે ભાજપની વિરૂધ્ધ તમામ પાર્ટીઓ સાથે મળી ચુંટણી લડે ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે મત ખરીદવામાં આવે અને બિહારમાં સતત દરોડા પાડવાની ધમકી આપવામાં આવી રહી છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *