Bihar

મહાત્મા ગાંધી કયારેય ઇચ્છતા ન હતાં કે શરાબબંધી થાય ઃ ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર

પટણા
ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે સ્પષ્ટ શબ્દોમાં દાવો કરતા કહ્યું છે કે મહાત્મા ગાંધી કયારેય શરાબબંધીના પક્ષમાં ન હતાં.તેમણે એ પણ કહ્યું કે બિહારને શરાબબંધીથી ખુબ નુકસાન થઇ રહ્યું છે આ કારણે બિહારમાંથી તાકિદે શરાબબંધી હટાવી દેવી જાેઇએ પોતાની જન સુરાજ પદયાત્રાના ક્રમમાં સિવાનના ગોરેયાકોઠી પહોંચેલા કિશોરે કહ્યું કે હું દરેક દિવસે ખુલ્લા મંચથી કહુ છું કે શરાબબંધી હટાવવી જાેઇએ હું પહેલા દિવસથી કહી રહ્યો છું શરાબબંધી બિહાર માટે કાયરેય લાભદાયક નથી તેનાથી ફકત નુકસાન છે. પ્રશાંત કિશોરે દાવા સાથે કહ્યું કે દુનિયાભરમાં કોઇ એવું ઉદાહરણ નથી જયાં કોઇ રાજયે,કોઇ દેશે શરાબબંધી દ્વારા પોતાની સામાજિક રાજનીતિનો વિકાસ કર્યો હોય પીકેએ કોઇનું નામ લીધા વિના અપ્રત્યક્ષ રીતે મુખ્યમંત્રી નીતીશકુમાર પર નિશાન સાંધતા કહ્યું કે જે પણ બોલે છે કે ગાંધીજીએ શરાબબંધીની વાત કહી છે હું આ વાતને ફગાવી દઉ છું પ્રશાંત કિશોરે પડકાર આપતા કહ્યું કે જે પણ એ દાવો કરે છે કે તે મને લાવીને બતાવી દે કે ગાંધીજીએ એ કહ્યું છે કે સરકારે શરાબબંધી લાગુ કરવી જાેઇએ.તેમણે એ પણ જરૂર કહ્યું કે શરાબ પીવી ખરાબ વાત છે તેને રોકવા માટે સમાજે પ્રયાસ કરવો જાેઇએ તેમણે એ પણ કયારેય કહ્યું નથી કે કાનુન બનાવી શરાબબંધી લાગુ કરવી જાેઇએ એ યાદ રહે કે જન સુરાજ પદયાત્રાના ૧૩૨માં દિવસની શરૂઆત કિશોરે સિવાનના સાદીપુર પંચાયત ખાતે પદયાત્રા શિબિરમાં સર્વધર્મ પ્રાર્થનાથી કરી હતી

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *