બિહાર
બિહારના આરામાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જ્યાં પતિ દ્વારા કિન્નર સાથે લગ્ન કરવાથી નારાજ થયેલી પત્નીએ ઝેર ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી. આ દરમિયાન જ્યારે પત્નીની તબિયત બગડવા લાગી અને તેની જાણકારી જેવી તેના પતિને મળી તો તે તરત જ પત્નીને આરાની સરકારી હોસ્પિટલ લઈ ગયો. જ્યાં હાલ ડોક્ટરોની દેખરેખમાં તેની સારવાર ચાલુ છે. આ મામલો શાહપુર પોલીસમથકના કનૈલી ગામની છે. જ્યાં ઝેર ખાઈને આત્મહત્યા કરવાના પ્રયત્ન કરનારી પરણિતા શાહપુર પોલીસ મથકના કનૈલી ગામના રહીશ મધુ શાહની ૨૮ વર્ષની પત્ની રાની દેવ હોવાનું કહેવાય છે. જેના ગર્ભમાં ચાર મહિનાનું બાળક પણ ઉછરી રહ્યું છે. બીજી બાજુ આત્મહત્યાના પ્રયત્નમાં હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલી રાની દેવે કહ્યું કે મારું પીયર ઘોપતપુર છે. ૨૦૨૦માં મારા લગ્ન શાહપુર પોલીસ મથક હદના કનૈલી ગામના રહીશ મધુ શાહ સાથે થયા હતા. મધુ શાહ પટણામાં રહીને બસ ચલાવે છે. થોડા દિવસ બાદ મધુ શાહે પટણામાં જ એક કિન્નર સાથે લગ્ન કરી લીધા. લગ્ન કર્યા બાદ તેણે ઘરે આવવા જવાનું પણ ઓછું કરી દીધુ. આ સાથે જ ધીરે ધીરે ઘરનો ખર્ચો પણ આપવાનો બંધ કરી દીધો. જ્યારે જરૂર પડે ત્યારે હું પતિને ગામ બોલાવતી તો તેઓ કહેતા કે હાલ મારી પાસે સમય નથી. જેનાથી હું ખુબ પરેશાન રહેતી હતી. વ્યક્તિની પત્નીએ આગળ કહ્યું કે બે દિવસ પહેલા જ્યારે પતિ ગામ આવ્યા તો તેમની પાસે ઘરના ખર્ચા માટે પૈસા માંગ્યા તો મારી સાથે મારપીટ કરવા લાગ્યા અને બોલ્યા કે તારી સાથે મારે કોઈ મતલબ નથી. તુ ઝેર ખાઈ લે કે ક્યાંક જતી રહે. જેના પર મે કહ્યું કે ઠીક છે તમે ઝેર લાવી આપો હું ખાઈ લઈશ. ત્યારબાદ પતિ દ્વારા ઝેર લાવી આપવામાં આવ્યું અને અમે તે ઝેર ખાઈ લીધુ. મારા ગર્ભમાં તેમનું ૪ માસનું બાળક પણ ઉછરી રહ્યું છે.બીજી બાજુ પતિ મધુ શાહે જણાવ્યું કે પટણામાં રહીને હું બસ ચલાવુ છું. વર્ષો પહેલા મારો અકસ્માત થયો હતો. તે સમયે એક કિન્નર મને મળ્યો અને મને સારવાર માટે ૯૦ હજાર રૂપિયા આપ્યા હતા. બધુ ઠીક ઠાક થઈ જતા તેણે કહ્યું કે મારું કોઈ નથી અને મારી પાસે બધુ છે. તુ મારી સાથે લગ્ન કરી લે. ત્યારબાદ મે કિન્નર સાથે લગ્ન કરી લીધા.
