Chandigarh

જાે હું ભ્રષ્ટાચારમાં દોષિત સાબિત થાઉં તો જાહેરમાં ફાંસી આપી દેજાે ઃ અરવિંદ કેજરીવાલ

ચંડીગઢ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યું. સીએમ કેજરીવાલે કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ કોઈપણ રીતે તેમને માત્ર “ચોર” સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે જાે મારી સામે એક પૈસાનો પણ ભ્રષ્ટાચાર સાબિત થાય તો તેઓ મને જાહેરમાં ફાંસી આપી શકે છે. સીએમ અરવિંદ કેજરીવાલ પંજાબમાં આમ આદમી પાર્ટીના મોહલ્લા ક્લિનિકના ઉદ્‌ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. અરવિંદ કેજરીવાલે ૧૬ એપ્રિલે સીબીઆઇ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. સીબીઆઈએ સીએમ કેજરીવાલને લીકર પોલિસી કૌભાંડ અંગે પૂછપરછ માટે સાક્ષી તરીકે બોલાવ્યા હતા. આ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હજુ પણ જેલમાં છે. સીએમ કેજરીવાલે કહ્યું કે તેમણે સીબીઆઈ, ઈડી, ઈન્કમટેક્સ અને પોલીસને મારી પાછળ લગાવ્યા છે. આખરે શા માટે? તેનો એક જ હેતુ છે અને તે એ છે કે તેઓ કોઈપણ રીતે સાબિત કરી શકે કે કેજરીવાલ ચોર છે અને તે ભ્રષ્ટાચારમાં સામેલ છે. તેમણે કહ્યું કે હું મોદીજીને એટલું જ કહેવા માંગુ છું કે જાે કેજરીવાલ ભ્રષ્ટ છે તો આ દુનિયામાં કોઈ ઈમાનદાર નથી. હું તમને આ દાવા સાથે કહેવા માંગુ છું કે જે દિવસે તમે મારી સામે એક પૈસાના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો, તે જ દિવસે મને જાહેરમાં ફાંસી આપી દેજાે. તો આ દરરોજની નૌટંકી અને તમાશા બંધ કરો.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *