ચંડીગઢ
હરિયાણાના જુનિયર મહિલા કોચના જાતીય સતામણીના આરોપોથી ઘેરાયેલા મંત્રી સંદીપ સિંહે પોલીગ્રાફ (લાઇ ડિટેક્ટર) ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી છે. તેમણે દલીલ કરી હતી કે તે ચંદીગઢ પોલીસની જીૈં્ તપાસમાં સામેલ થઇ ગયા છે. સંદીપ સિંહે આ જવાબ પોતાના વકીલ મારફત દાખલ કર્યો હતો. ચંદીગઢ પોલીસની એસઆઇટીએ સંદીપ સિંહનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવવા માટે કોર્ટમાં અરજી કરી છે. પોલીસે અરજીમાં કહ્યું છે કે કેસમાં સત્ય જાણવા માટે સંદીપ સિંહનું બ્રેઈન મેપિંગ જરૂરી છે. અગાઉ કેસની સુનાવણી કરી રહેલા જજની ટ્રાન્સફરના કારણે પોલીસને ફરી તારીખ મળી હતી. કોર્ટ દ્વારા સુનાવણી માટે ૫ મેની તારીખ નક્કી કરવામાં આવી હતી. જાેકે મહિલા કોચના વકીલે મંત્રીના કેસમાં વહેલી સુનાવણીની જાેગવાઈનો અમલ કરવા કોર્ટને અપીલ કરી છે. સંદીપ સિંહને આ મામલે કોર્ટ તરફથી ૪ તારીખે એક્સટેન્શન મળ્યું છે.૩૦ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ, પૂર્વ ખેલ મંત્રી અને ભૂતપૂર્વ ઓલિમ્પિયન અને ભારતીય હોકી ટીમના કેપ્ટન સંદીપ સિંહ સામે જાતીય સતામણી અંગે જુનિયર મહિલા કોચ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો. ચંદીગઢના સેક્ટર-૨૬ પોલીસ સ્ટેશને સંદીપ સિંહ વિરુદ્ધ પીછો કરવા, ગેરકાયદેસર કેદ, જાતીય સતામણી અને ગુનાહિત ધમકી આપવાના આરોપમાં કેસ નોંધ્યો છે.મહિલા કોચનો આરોપ છે કે મંત્રી સંદીપ તેમને શારીરિક અને માનસિક રીતે હેરાન કરે છે. પહેલા તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે હેરાન કરવાનું ચાલુ રાખ્યું. એસઆઇટી કેસની તપાસ, ચાર્જશીટ તૈયાર કરવા સહિતના પુરાવા એકત્ર કરવામાં રોકાયેલ છે. મહિલા કોચના પુરાવા મંત્રી સંદીપના નિવેદન સાથે મેળ ખાતા ન હોવાથી એસઆઇટીએ પોલીગ્રાફી ટેસ્ટ કરાવવા માટે અરજી કરી છે.જુનિયર મહિલા કોચે ૩૦ ડિસેમ્બરના રોજ હરિયાણાના પૂર્વ રમત મંત્રી સંદીપ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો. આ માટે ચંદીગઢ એસએસપી દ્વારા આઇપીએસ પલક ગોયલની અધ્યક્ષતામાં તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી. ટીમ દ્વારા બંને પક્ષોની પૂછપરછ કરવામાં આવી છે, હવે પોલીસ ચાર્જશીટ દાખલ કરવાની છે, પરંતુ કેસ નોંધ્યાના ૯૦ દિવસ પછી પણ પોલીસે ચાર્જશીટ દાખલ કરી નથી.
