ચંડીગઢ
પંજાબ સરકારે ઓપરેશન અમૃતપાલ અંગેનો પોતાનો રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલય (સ્ૐછ)ને સુપરત કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રવિવારે ધરપકડ બાદ પંજાબ સરકાર પાસેથી અમૃતપાલ સિંહ સંબંધિત રિપોર્ટ મંગાવ્યો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ) એ પણ અમૃતપાલ અંગેનો પોતાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ ગૃહ મંત્રાલયને સુપરત કર્યો છે. ફરાર થવા દરમિયાન તે વિદેશી નંબરનો ઉપયોગ કરતો હોવાનું બહાર આવ્યું છે. તે વોટ્સએપ કોલિંગ દ્વારા તેના સાથીદારો સાથે સતત સંપર્કમાં હતો. રિપોર્ટમાં વિદેશી ફંડિંગ અને ૈંજીૈં કનેક્શનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રવિવારે પંજાબ સરકાર પાસેથી ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ સંબંધિત તમામ માહિતીનો રિપોર્ટ માંગ્યો હતો. પંજાબ સરકારને અમૃતપાલ સિંહની ધરપકડ સુધીના ફરાર અને પંજાબ પોલીસને કાર્યવાહી અંગે રિપોર્ટ મોકલવા કહેવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં ગૃહ મંત્રાલયે અમૃતપાલ સિંહના ફરાર થવા દરમિયાન તેને આશ્રય આપનાર લોકોની સંપૂર્ણ વિગતો પણ માંગી હતી. ગૃહ મંત્રાલયે અમૃતપાલ સિંહની લોકેશન મૂવમેન્ટ રિપોર્ટ આપવાનું પણ કહ્યું હતું, ત્યારબાદ પંજાબ સરકારે મંગળવારે સમગ્ર રેકોર્ડ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપી દીધો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ)એ પણ આ મામલાની તપાસ કરી છે, અને તેણે પોતાનો પ્રારંભિક રિપોર્ટ પણ ગૃહ મંત્રાલયને આપી દીધો છે. ધરપકડ બાદ પણ અમૃતપાલ સિંહ અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી તેના સમગ્ર નેટવર્કને શોધી શકાય. તપાસમાં સામે આવ્યું છે કે, અમૃતપાલ સિંહ ફરાર થવા દરમિયાન વિદેશી નંબરનો ઉપયોગ કરતો હતો. પ્રારંભિક રિપોર્ટમાં અમૃતપાલ સિંહને વિદેશથી ફંડિંગ અને તેના ૈંજીૈં સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.