ચંદીગઢ
શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા બાદલે કહ્યું કે પી.એમ. નરેન્દ્ર મોદીજી, તમે મારા પિતા પ્રકાશ સિંહ બાદલ સાહેબને ભાવપૂર્ણ શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપીને તેમના પ્રત્યે તમારો આદર વ્યક્ત કર્યો છે, મારી પાસે તમારો આભાર માનવા માટે શબ્દો નથી, તેથી હું તમને ભીની આંખો સાથે મારા હૃદયના ઊંડાણથી સલામ કરું છું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક લેખ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને ભાવપૂર્ણ શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ એપ્રિલે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા પ્રકાશ સિંહ બાદલના અંતિમ દર્શન માટે ચંદીગઢ સ્થિત શિરોમણી અકાલી દળના કાર્યાલય પર ખાસ પહોંચ્યા હતા.