Chandigarh

કોંગ્રેસ એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે રાહુલ હવે બાળક રહ્યાં નથી ઃ હરિયાણાના ગૃહમંત્રી

ચંડીગઢ
હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.તેમણે કહ્યું કે કાળી સફેદ દાઢી લગાવી અડધી બાયનો શર્ટ પહેરી ઠંડીમાં માર્ગ પર દોડી કોંગ્રેસ એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે રાહુલ ગાંધી હવે બાળક રહ્યો નથી તે મોટો થઇ ગયા છે.પરંતું મેકઅપ બદલી રામલીલામાં કલાકાર બદલી શકાય છે વાસ્તવિક જીવનમાં નહી વાસ્તવિક જીંદગીમાં ભલે ગમે તેટલો પાઉડર લગાવી લો પપ્પુ તો પપ્પુ જ રહે છે. એ યાદ રહે કે કોંગ્રેસની ભારત જાેડો યાત્રા હરિયાણામાંથી પસાર થઇ હતી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણાના કુરૂક્ષેત્રમાં બ્રહ્માસરોવરમાં આરતી કતરી હતી આ દરમિયાન પણ રાહુલ સફેદ શર્ટની હાફ ટી શર્ટમાં જાેવા મળ્યા હતાં.એ યાદ રહે કે ભારે ઠંડીમાં સફેદ ટીશર્ટમાં રાહુલ ભારત જાેડો યાત્રામાં સામેલ થવા પર ખુબ સમયથી ચર્ચા બનેલ છએ આ વાતને લઇ ખુબ રાજનીતિ પણ થઇ રહી છે. ભાજપ નેતા રાહુલ પર નિશાન સાધતા કહ્યું છે કે તેમને ઠંડી ન લાગવાની ફોમ્ર્યુલા કોંગ્રેસના કાર્યકર્તાઓનને પણ બતાવવી જાેઇએ જયારે કોંગ્રેસના નેતા રાહુલ આ અંદાજની સરખામણી ભગવાન રામથી કરે છે જાે કે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજનું નવું નિવેદન એકવાર ફરી રાજકીય ગરમી પેદા કરી રહ્યું છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *