છત્તીસગઢ
છત્તીસગઢના બસ્તર સ્થિત કાંગેર વેલી નેશનલ પાર્કમાં વધુ એક દુર્લભ વન્યજીવ જાેવા મળ્યું છે. આ વન્યજીવને જાેઈને નેશનલ પાર્કના અધિકારીઓના ખુશીની લહેર જાેવા મળી રહી છે. કાંગેર વૈલી પાર્કમાં અલગ અલગ જગ્યાએ મુકવામાં આવેલા ટ્રેપ કેમેરામાં દુનિયાની સૌથી નાની પ્રજાતિના હરણની તસ્વીરો કેદ થઈ છે. તેના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે, ભારતમાં જાેવા મળતી હરણની ૧૨ પ્રજાતિઓમાં આ ‘માઉસ ડિયર’ સૌથી નાના હરણ સમૂહનો ભાગ છે. આ માઉસ ડિયરમાં ઉંદર, ભૂંડ અને હરણનું મિશ્રણ જાેવા મળે છે. કાંગેર વેલી નેશનલ પાર્કમાં હવે આ દુર્લભ વન્યજીવનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવશે. જંગલમાં લાગેલી આગ, અતિક્રમણ અને શિકારને કારણે ઈન્ડિયન માઉસ ડિયરની વસ્તી ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહી છે. જણાવી દઈએ કે ઈન્ડિયન માઉસ ડિયરનું વજન ૩ કિલો હોય છે. આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવુ પ્રાણી પહેલા ક્યારેય નથી જાેયું. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ તો દુર્લભ પ્રાણી છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ હરણ છે કે ઉંદર છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જાેવા મળી હતી.