Chhattisgarh

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, ૧૧ જવાનો શહીદ, ૈંઈડ્ઢ કર્યો હતો પ્લાન્ટ

છત્તીસગઢ
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદીઓએ કરેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૧ જવાન શહીદ થયા છે. દંતેવાડા જિલ્લાના અરનપુર પાસે ડીઆરજી (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ)ના જવાનોને લઈ જતા વાહન પર ૈંઈડ્ઢ હુમલો થયો છે. નક્સલવાદીઓએ ૈંઈડ્ઢ પ્લાન્ટ કર્યો હતો. રાજ્ય પોલીસ પાસેથી મળેલી સત્તાવાર માહિતી અનુસાર, ‘૨૬ એપ્રિલના રોજ દંતેવાડા જિલ્લાના અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ માઓવાદી કેડરની હાજરીની માહિતી પર, ડ્ઢઇય્ દળને નક્સલ વિરોધી અભિયાન માટે દંતેવાડાથી મોકલવામાં આવ્યું હતું, જે પરત ફર્યું હતું. ઓપરેશન બાદ આ દરમિયાન અરનપુર રોડ પર માઓવાદીઓ દ્વારા ૈંઈડ્ઢ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે ઓપરેશનમાં સામેલ ૧૦ ડ્ઢઇય્ જવાન અને ૧ ડ્રાઈવર શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ, છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પણ પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. આ સાથે માઓવાદીઓએ જવાનોનું એક પીક-અપ વાહન પણ ઉડાવી દીધું હતું. કેટલાક જવાનો ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. કહેવામાં આવી રહ્યું છે કે, જવાનોને નુકસાન થયું છે. આ મામલો દંતેવાડા જિલ્લાના અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપતા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું છે કે, નક્સલવાદીઓને કોઈપણ સંજાેગોમાં બક્ષવામાં આવશે નહીં અને નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે. તેણે કહ્યું કે, ‘અમને આ માહિતી મળી છે અને તે દુઃખદ છે. શહીદ થયેલા જવાનોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. આ લડાઈ છેલ્લા તબક્કામાં ચાલી રહી છે અને નક્સલવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં. અમે આયોજિત રીતે નક્સલવાદને ખતમ કરીશું. ઘટનાની ગંભીરતાને જાેઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્ય પ્રધાન બઘેલ સાથે વાત કરી અને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદનું વચન આપ્યું છે. દંતેવાડામાં નક્સલી હુમલા બાદ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સંભવિત જાેખમને ધ્યાનમાં રાખીને નક્સલ પ્રભાવિત વિસ્તારના તમામ પોઈન્ટને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તમામ સરહદી વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઝ્ર-૬૦ કમાન્ડો અને ગઢચિરોલી પોલીસને કોઈપણ ખતરાનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *